સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે તાવ ઉલટી અને ઝાડાએ ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. જેને લઈને મનપા તંત્ર દોડતું થયું છે.
રાજ્યના વડોદરા શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે મહાનગર પાલિકા એક્શન મોડમાં આવ્યું છે. વડોદરા શહેરમાં વરસાદી સિઝનનો 44 ટકા વરસાદખાબક્યો છે. પરંતુ તેમ છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ દિવસેને દિવસે સામે આવી રહ્યાં છે. વડોદરામાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના 424 કેસ જયારે ચિકનગુનિયાના 274, મેલેરિયાના 59 કેસ, કમળાના 49 કેસ, ટાઈફોડના 95 કેસ, કોલેરાના 59 અને ઝાડા-ઉલટી અને તાવના 10 હજાર 345 કેસ સામે આવી ચુક્યા છે.
આ તો માત્ર સરકારી હોસ્પિટલના ચોપડે નોંધાયેલા આંકડાઓ છે. ખાનગી હોસ્પિટલમાં પણ આ જ પરિસ્થિતિ છે જેના આંકડાઓ અલગ હોઈ શકે છે. રોગચાળાના કારણે મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેરના 24 હજાર 865 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 12 હજાર 638 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી મચ્છરોનું ઉત્પત્તિ થાય તેવી બેદરકારી દાખવનાર 30થી વધુ કન્સ્ટ્રકશન સાઇટોને મહાનગર પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
જોવા જઈએ તો, વડોદરાની આરોગ્ય ટીમ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને પહોંચી વળવામાં નિષ્ફળ ગઈ છે. ત્યારે આજે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી અને તાવ સહિતના રોગોના 605 જેટલાં કેસો સામે અવી ચુક્યા છે. જોવા જઈએ તો આ નોંધાયેલા કેસમાં નાના બાળકો વધુ ઝપેટમાં આવી રહ્યા છે. જેને લીધે વડોદરાની સયાજી હોસ્પિટલ નાના બાળકોથી છલોછલ થઇ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.