“વીર સાવરકર અને ગાંધીજીના હત્યારા ગોડસે વચ્ચે હતા શારીરિક સંબંધો”, કોંગ્રેસે કર્યો દાવો

કોંગ્રેસ અને બીજેપી વચ્ચે હવે વીર સાવરકરને લઇને બબાલ શરૂ થઇ ગઇ છે, ખરેખરમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના સેવાદળની પત્રિકા જાહેર થતાંની સાથે જ વિવાદમાં આવી ગઈ છે. આ પત્રિકામાં સાવરકર અને ગોડસેના સંબંધ પર એક લેખ લખવામાં આવ્યો છે જે બાદ વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસની બુકલેટમાં દાવો કરાયો છે કે, સાવરકર અને ગોડસે વચ્ચે શારીરિક સંબંધો હતા.

કોંગ્રેસની આ પત્રિકામાં સાવરકર અને ગોડસે વચ્ચેના સંબંધોનો એક લેખ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, સાવરકર અને ગોડસે વચ્ચે શારીરિક સંબંધો હતા, કોંગ્રેસની બુકલેટમાં આ દાવો કરાયા બાદ વિવાદ ઉભો થયો હતો.

આ હતુ બુકલેટનું શીર્ષક

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત કોંગ્રેસના 10 દિવસના ટ્રેનિંગ કેમ્પ સેવાદળ પ્રશિક્ષણ શિબિરમાં વિનાયક દામોદર સાવરકર અને નાથૂરામ ગોડસેના સંબંધિત એક વિવાદિત સાહિત્ય વહેંચવામાં આવ્યુ. જે બુકલેટની વહેંચણી કરવામાં આવી હતી તેનુ નામ હતુ ‘વીર સાવરકર કિતને વીર’. તેમાં મહાત્મા ગાંધીની હત્યા, નાથૂરામ ગોડસે અને વીડી સાવરકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સાવરકર બ્રહ્મચર્ય ગ્રહણ કરતા પહેલા…

ડોમિનિક લેપિયર અને લેરી કોલિનના પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’નો ઉલ્લેખ કરતા તેમાં લખ્યું છે કે, ‘બ્રહ્મચર્ય ધારણ કરતા પહેલા નાથૂરામ ગોડસેએ એક જ વખત શારીરિક સંબંધ બાંધ્ય હતા. આ એક સમલૈંગિક સંબંધ હતો. આ સંબંધમાં તેમના પાર્ટનર તેમના રાજકીય ગુરૂ વીર સાવરકર હતા. વીર સાવરકર લઘુમતી કોમની મહિલાઓ પર બળાત્કાર કરવા માટે લોકોને ઉશ્કેરતા હતા.’ ઉપરાંત બીજી કેટલીય એવી બાબતો છે જેને લઇને બીજેપીએ આપત્તિ દર્શાવી છે.


પુરાવાના આધારે બુકલેટમાં લખવામાં આવ્યાની વાત

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે, કોંગ્રેસ અને તેમના સહયોગી સતત વીર સાવરકરનું અપમાન કરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે આ કંઈ નથી પરંતુ કોંગ્રેસ દ્વારા ઉદ્ધવ ઠાકરેને અપમાનિત કરવાની એક પદ્ધતિ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ કહ્યું કે, બુકલેટમાં જે કંઈ વાતનો ઉલ્લેખ કરાયો છે તે પુરાવાના આધારે લખવામાં આવી છે.

પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, સાવરકર જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમણે મસ્જિદ પર પત્થર ફેંક્યા હતા અને ત્યાંની ટાઈલ્સ પણ તોડી દીધી હતી. પુસ્તકના 14માં પાના પર પ્રશ્ન છે કે, શું સાવરકર હિંદુઓને લઘુમતી કોમની મહિલાઓ પર બળાત્કાર કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા? તેના જવાબમાં લખવામાં આવ્યું છે કે ‘હા, આ વાત એકદમ સાચી છે. સાવરકરે બાળાત્કારને એક ન્યાયસંગત રાજનૈતિક હથિયાર ગણાવ્યું હતું. તેમના પુસ્તક ‘સિક્સ ગ્લોરિયસ એપોક્સ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી’માં પશુઓ સાથે વ્યવહારિક પ્રવૃત્તિને સાંકળતા સાવરકરે સમજાવ્યું છે કે કેવી રીતે પશુઓએ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે પોતાની વસ્તી વધારવી જોઈએ.’

રંજીત સાવરકરે અપીલ કરી છે કે, આ મામલે સેક્શન 120, 500, 503, 504, 505 અને 506 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવો જોઈએ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ મામલે દખલ કરીને એક્શન લેવી જોઈએ. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ બુકલેટો વિતરીત કરી રહી છે, એવામાં શિવસેનાએ કોંગ્રેસ સામે વિરોધ વ્યક્ત કરવો જોઈએ. જણાવી દઈએ કે, તાજેતરમાં કોંગ્રેસ-શિવસેનાના ગઠબંધનનો પણ રંજીત સાવરકરે વિરોધ નોંધાવ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *