Benefits of Diabetes: હાલ કેટલાક ખેડૂતો દ્વારા મુખ્ય પાકની સાથે વધારાની ખાલી રહેલી જમીન પર લેમન ગ્રાસની(Benefits of Diabetes) ખેતી કરવામાં આવી રહી છે. જેના કારણે તેમની આવકમાં વધારો થયો છે. લેમન ગ્રાસમાંથી તેલ કાઢવામાં આવે છે, જેનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે થાય છે.
લેમન ગ્રાસના ફાયદા
લેમન ગ્રાસ એક એવી ઔષધી છે જે અનેક પ્રકારના રોગોમાં ફાયદો કરે છે. તમે આયુર્વેદિક ઉપાયો દ્વારા તમારા શરીરને રોગમુક્ત બનાવી શકો છો. જો તમે સવારે તેની ચાનું સેવન કરો છો, તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. આનાથી કોલેસ્ટ્રોલથી લઈને વજન પણ કંટ્રોલમાં રહેશે, તો ચાલો જાણીએ લેમન ગ્રાસના શું ફાયદા છે. લેમન ગ્રાસ એક એવી જડીબુટ્ટી છે જે વિટામિન એ, વિટામિન સી, ફોલેટ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપૂર છે.
લીમડાના પાનનું સેવનના ફાયદા
મીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે. અને ઘા કે ડાઝેલા ભાગ પર લગાવવાથી જલદી રૂઝ આવે છે, મીઠા લીમડાના પાન સાથે બીજી કોઇપણ વસ્તુ ખાવાથી તેનું પાચન ધીરે-ધીરે થાય છે. શરીરને લાંબા સમય સુધી એનર્જી મળ્યા કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.તો પાનનો ઉપયોગ સામાન્ય રીતે દુખાવાથી રાહત આપનારી ક્રીમ બનાવવા અથવા તેના ઝાડની છાલનો પાવડર બનાવવામાં થાય છે, જે બજારમાં ઉપલબ્ધ છે.
તુલસીના ફાયદા
તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ ઘણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો કે તુલસી સામાન્ય રીતે સમગ્ર દેશમાં મળી આવે છે. પરંતુ કેટલાય લોકો તેના કેટલાય સ્વાસ્થ્ય લાભોથી અજાણ હોય છે. તુલસીને પોતાના ડેલી રૂટીનમાં સામેલ કરવાથી તમને તેના ઘણા બધા ફાયદા મળી શકે છે.
કોથમીરના ફાયદા
કોથમીરના પાન ભારતીય રસોડામાં એક મહત્વપૂર્ણ ભાગ છે. તે માત્ર વાનગીઓને સ્વાદિષ્ટ જ નથી બનાવતા, પરંતુ તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. ખાસ કરીને, જ્યારે તમે સવારે ખાલી પેટ પર કોથમીર ખાઓ છો, તો તેનાથી સ્વાસ્થ્ય પર વધુ ફાયદા થાય છે. કોથમીરના પાનમાંથી ભરપૂર પોષક તત્ત્વો, વિટામિન્સ અને ખનિજો સીધા શરીરની અંદર પહોંચે છે, જે શરીરની ઘણી પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે.ખાલી પેટ પર કોથમીરના પાંદડામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ખાલી પેટ પર કોથમીરનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે અને કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.
ગિલોયના ફાયદા
આયુર્વેદમાં ગિલોય ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તે તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, વાયરલ તાવ, ઉધરસ, શરદી અને ડાયાબિટીસ જેવા રોગોને મટાડવામાં ફાયદાકારક છે. ગિલોય પેટ સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. ગિલોયમાં બળતરા વિરોધી, એન્ટિ-બાયોટિક, એન્ટિ-એજિંગ, એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ડાયાબિટીક અને એન્ટિ-કેન્સર ગુણધર્મો છે. જો કે દરેક વ્યક્તિ તેને ખાઈ શકે છે અને તેની કોઈ ખાસ આડઅસર થતી નથી, પરંતુ તેમ છતાં જો તમે ગર્ભવતી હો અથવા તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તમારે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App