સીબીએસસી થી લઈને તમામ બોર્ડની પરીક્ષાઓ નજીકમા છે, એવામાં બાળકો ઉપર વધારે માર્કસ લાવવા માટેનું પ્રેશર છે.માતા-પિતા, સ્કૂલ અને સમાજનો દબાવ એટલો છે કે બાળકોને આખો દિવસ પુસ્તકો સામે ઝઝૂમવું પડે છે. પરંતુ હકીકત એ છે કે દુનિયાના મોટાભાગના સફળ લોકો આ માર્કસની રેસ થી ખુબ દુર રહ્યા છે. આપણે તેના વિશે જરૂર જાણવું જોઈએ.
આજે જે કમ્પ્યુટર વગર આપણી આપણું જીવન ખૂબ મુશ્કેલી ભર્યું માનીએ છીએ, તેને બનાવનાર બિલ ગેટ્સ પણ કોઈ હોશિયાર વિદ્યાર્થીના લીસ્ટમાં ન હતા. સ્કૂલના શિક્ષણ બાદ તેમણે કોલેજનો દરવાજો પણ ન જોયો હતો. આજે તેઓ ઘણી કોલેજોમાં સેમિનાર આપવા માટે પણ જાય છે.સાથે સાથે તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પણ છે.
આજે દરેક વ્યક્તિ પોતાના હાથમાં iphone જોવા માંગે છે. એપલ કંપનીના ફોન કિંમતમાં વધારે હોવા છતાં લોકો પોતાના હાથમાં જોવા માંગે છે. પરંતુ શું તમને ખબર છે તેને બનાવનાર સ્ટીવ જોબ્સ પણ કોલેજ ડ્રોપ આઉટ છે.
આજે આખી દુનિયામાં ફેસબુકનો ક્રેઝ છે. તેને બનાવનાર માલિક માર્ક ઝુકરબર્ગ ને પણ કોલેજ છોડવી પડી હતી. એક છોકરી ને શોધવા માટે તેમણે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ બનાવી. જેને દુનિયા આજે ફેસબુક નામથી ઓળખે છે.
દેશને ક્રિકેટનો પહેલો વર્લ્ડ કપ આવનાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની સ્ટોરી પણ કંઈક આવી જ છે. અભ્યાસમાં હોશિયાર ન હોવાના કારણે તેમને પણ ખૂબ મ્હેણાં ટોણાં મળતા હતા. પરંતુ ક્રિકેટ માટે તેમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ વચ્ચે છોડી દીધો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણી જે દેશના નંબર વન ધનીક છે. મુકેશ અંબાણીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએમાં એડમિશન લીધું હતું. પરંતુ એક વર્ષ બાદ તેણે ભણતર છોડી દીધું. તેઓ પોતાનો કોલેજનો અભ્યાસ પૂરો કરી શક્યા ન હતા.
જેને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે તેવા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરનું પણ ભણતરમાં લાગતું ન હતું. દેશને ક્રિકેટમાં ઘણી બધી જીત અપાવનાર સચિન ફક્ત 10 ધોરણ જ ભણ્યા છે.
દુનિયાને થિયરી ઓફ રિલેટિવિટી આપનાર પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને પણ બાળપણમાં લોકો મંદબુદ્ધિ કહેતા હતા. ફક્ત ૧૫ વર્ષની ઉંમરમાં જ તેમણે સ્કૂલે જવાનું છોડી દીધું હતું. સ્કૂલમાં કાયમ ઓછા માર્ક લાવનાર આ બાળક સાત વર્ષની ઉંમર સુધી વાંચી પણ નહોતો શકતો. પરંતુ કોઇએ વિચાર્યું ન હતું કે આગળ જઈને આ બાળક ફિઝિક્સમાં નોબલ પ્રાઈઝ મેળવશે.
પોતાની અદાકારીથી આખી દુનિયાને હસાવનાર ચાર્લી ચેપ્લિને ફક્ત 13 વર્ષની ઉંમરમાં સ્કૂલને અલવિદા કહી દીધી હતી. તેમની પારિવારીક હાલત એટલી સારી ન હતી કે તે આગળ ભણી શકે. પરંતુ તેમણે અનુભવોથી શીખી સફળતા મેળવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.