આ આપત્તીજનક તસવીરોએ ‘બજાર’ કર્યું ગરમ! થોડી જ સેકન્ડમાં સેકડો લોકોએ જોયા Pics

સોશિયલ મીડિયા દ્વારા ટીવી અભિનેત્રી(Actress)ઓ તેમના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે. ઘણી વખત ઇન્સ્ટાગ્રામ(Instagram) પર આ સુંદરીઓ પણ તેમની બોલ્ડ અને બિકીની તસવીરો(Bold and bikini pics) શેર કરે છે, જે ચાહકોને પણ ખૂબ પસંદ આવી રહી છે. જો કે, આ વિવાદાસ્પદ ચિત્રોને કારણે, ઘણી વખત આ લોકો ટ્રોલ પણ થતા હોય છે અને લોકો ઉગ્રતાથી તેમને સત્ય કહે છે. આજે અમે તમને કેટલીક એવી જ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. જેને પોસ્ટ કરીને અભિનેત્રીઓને ખૂબ ટ્રોલ થઇ હતી.

દેવોલીના ભટ્ટાચાર્ય:
દેવોલીના ભટ્ટાચારજી જે નાના પડદા પર ગોપી બહુની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત થયેલી હતો. તે આ દિવસોમાં પોતાનો બોલ્ડ અવતાર સામે લાવી રહી છે. ભૂતકાળમાં, જ્યારે તેણીએ તેની બિકીની તસવીરો શેર કરી અને બેલી ડાન્સ કર્યો, ત્યારે તેને ચાહકોએ ભારે ટ્રોલ કરી હતી.

હિના ખાન:
હજી પણ લાખો લોકો હિના ખાનને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અક્ષરા તરીકે ઓળખી રહ્યા છે. જ્યારે શોમાં હિના ખાનની છબી ખૂબ જ સંસ્કારી હતી, શો છોડ્યા બાદ, અભિનેત્રીએ આ સ્ટીરિયોટાઇપ તોડવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેનીએ ઘણી બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોને લીધે હિના ખાનને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

નિયા શર્મા:
કેટલીક ટીવી અભિનેત્રીઓ છે જેઓ તેમના પોશાકો માટે પ્રખ્યાત હોય છે. આમાં આ યાદીમાં નિયા શર્માનું નામ ટોચ પર આવે છે. આ વાત નિયાએ પોતે જ સ્વીકારી છે, તેને થોડું અલગ પહેરવાનું પસંદ છે. હાલમાં જ નિયા શર્મા તેની આ તસવીર માટે ખુબ ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. લોકોએ તેમના પર સંસ્કૃતિ બગાડવાના આરોપ પણ લગાવ્યા હતા.

સંજીદા શેખ:
ઇન્સ્ટાગ્રામ પર સંજીદા શેખે તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ દરમિયાન તે ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી. અભિનેત્રીનો આ અવતાર ચાહકોને પસંદ આવ્યો ન હતો. તેથી તેને ટ્રોલ કરવામાં આવી હતી.

શીખા સિંહ:
ટ્રોલિંગ ક્યારેક ખોટું પણ હોય છે અને આવું જ કંઈક શિખા સિંહ સાથે બન્યું હતું. શિખા સિંહે તેના બાળકને સ્તનપાન કરાવતી તસવીર શેર કરી હતી, જે લોકોને પસંદ આવી ન હતી અને આ તસવીરને કારણે અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી.

ટીના દત્તા:
ટીવી શો ‘ઉત્તરાન’માં ઈચ્છાનું પાત્ર ભજવવા માટે પ્રખ્યાત બનેલી ટીના દત્તા પણ સ્ટીરિયોટાઈપ તોડવા માટે ટ્રોલ થઈ છે. તેણીએ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી. જે પછી તેને ટ્રોલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *