રેમ્પ વોલ્ક પર શિલ્પા શેટ્ટીએ લહેંગામાં પાતળી કમર, લુક જોઈ નજર નહિ હટાવી શકો – જુઓ ગ્લેમરસ ફોટોઝ 

જ્યારે પણ શિલ્પા શેટ્ટી(Shilpa Shetty) રેમ્પ પર વોક કરે છે ત્યારે લોકોની નજર તેના પર જ અટકી જાય છે. આવું જ કંઈક આ વખતે પણ…

જ્યારે પણ શિલ્પા શેટ્ટી(Shilpa Shetty) રેમ્પ પર વોક કરે છે ત્યારે લોકોની નજર તેના પર જ અટકી જાય છે. આવું જ કંઈક આ વખતે પણ બન્યું જ્યારે અભિનેત્રીએ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર(Fashion designer) ગોપી વૈદ્ય(Gopi Vaidya) માટે રેમ્પ વોક(Ramp walk) કર્યું. જુઓ શિલ્પા શેટ્ટીના ગ્લેમરસ રેમ્પ વોકની કેટલીક તસવીરો.

ફેશન વીકમાં શિલ્પા શેટ્ટીએ રેમ્પ પર પગ મૂકતાની સાથે જ પોતાની સ્ટાઈલથી આગ લગાવી દીધી હતી. અભિનેત્રી એટલી સુંદર અને ગ્લેમરસ દેખાતી હતી કે તેના રેમ્પ વોકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મુંબઈમાં આયોજિત ફેશન વીકમાં શિલ્પા શેટ્ટી ડિઝાઇનર ગોપી વૈદ્યની શોસ્ટોપર બની હતી. આ ખાસ અવસર પર અભિનેત્રીએ મલ્ટીકલર લહેંગા ચોલી પહેરી હતી.

શિલ્પાના આ લહેંગા ચોલીમાં સફેદ અને લાલ રંગનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના દેખાવને પૂર્ણ કરવા માટે, શિલ્પાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાઈટ મેકઅપ સાથે હાઈ હીલ્સ પહેરી હતી.

શિલ્પા રેમ્પ પર આવતાની સાથે જ તેણે દુપટ્ટો ઉતારી દીધો અને રેમ્પ પર એવી રીતે વોક કર્યું કે, લોકો તેને જોતા જ રહી ગયા. આ સાથે જ અભિનેત્રીની પાતળી કમર જોઇને લોકોની આંખો પહોળી થઇ ગઈ.

આ ડ્રેસમાં શિલ્પા શેટ્ટીનું ટોન ફિગર પણ લાઈમલાઈટમાં હતું. જેને જોઈને કોઈપણ માટે તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *