સદીના અંતે યુરોપ મુસ્લિમ રાષ્ટ્રોનો સમુહ બની જશે એ વાત ભલે આજે થોડી અજુગતી લાગતી હોય પણ જે રીતે મુસ્લિમોની સંખ્યા વધી રહી છે એ જોતાં એમ લાગે છે. કે આ વાત હકીકતમાં બદલાશે. વર્ષો પહેલાં મુસ્લિમો યુરોપમાં વિવિધ કારણોસર આવ્યા હતા જેમાં મુખ્યત્વે વ્યવસાય, અન્ય દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા શોષણ ખેરી, શાંતિ માટે વગેરેનો સમાવેશ થાય છે. એ તો સ્વાભાવિક છે કે કોઈપણ દેશમાં બહારથી આવતા લોકોની વસતી વધતાં સમસ્યાઓ ઊભી થાય છે.
એક અહેવાલમાં અમેરિકાના ઈતિહાસકાર બર્નાર્ડ લેવીસે જણાવ્યું છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે યુરોપ ઈસ્લામના રંગે રંગાઈ ગયું હશે. બર્નાર્ડે કહ્યું છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં યુરોપમાં ઈસ્લામનો ડંકો વાગતો હશે.
હજારેક વર્ષ પહેલાં યુરોપવાસીઓએ મુસ્લિમ આક્રમણકારોને આગેકૂચ કરતાં ખાળ્યા એ પછી આ પહેલો સમયગાળો એવો આવ્યો છે જેમાં સ્થળાંતર કરીને આવેલા મુસ્લિમોથી યુરોપ ખંડ છલકાઈ રહ્યો હોય. ફ્રાન્સના જનસંખ્યા નિષ્ણાત જ્યાં ક્લોડ ચેઝનેઝ કહે છે ઃ ”ઈસ્લામની નવી હદ યુરોપ ખંડ સુધી વિસ્તરી છે.” ઈસ્લામ યુરોપમાં પોતાના પાયા મજબૂત કરી રહ્યો છે. યુરોપમાં મુસ્લિમ વસતિ વધી રહી છે. ખ્રિસ્તી યુરોપવાસીઓના મનમાં મુસ્લિમો વિશેની એક સજ્જડ છાપ છે.
મધ્યપૂર્વનું ત્રાસવાદ પ્રેરિત રાજકારણ, ભારતીય ઉપખંડ અને ઉત્તર આફ્રિકાના દેશોનો ઈસ્લામિક અંતિમવાદ અને દુનિયાભરના મુસ્લિમોનું મઝહબી ઝનૂન-ઈત્યાદિ પર એમની મુસ્લિમ અને ઈસ્લામ પ્રત્યેની છાપ આધારિત છે. નાટોના સેક્રેટરી જનરલ વિલી ક્લેસ અને બ્રિટનની જાસૂસી સંસ્થા એમઆઈ ફાઈવ સાથે સંકળાયેલાં સ્ટેલા રેમિંગ્ટને તો ત્યાં સુધી કહ્યું છે કે ઈસ્લામ ભવિષ્યમાં ભૌગોલિક અને રાજકીય જોખમ બની શકે છે. મુસ્લિમો વિશેની આવી છાપને કારણે યુરોપભરમાં એક નવા ફાસીવાદનો ઉદય થઈ રહ્યો છે.
મુસ્લિમો પરના હુમલા તો યુરોપમાં માત્ર બોસ્નિયામાં જ થયા છે, (ચેચન્યા નામના મુસ્લિમ બહુમતી ધરાવતા રશિયન પ્રાંતમાં પણ અશાંતિ ચાલે છે, પણ એ સમસ્યા જુદી છે. રશિયાથી અલગ થઈને સ્વતંત્રતા મેળવવાની ચેચન્યાની માગણી કારણભૂત છે) પણ આખા યુરોપમાં એમની સામે ધિક્કારની, નફરતની લાગણી ઉદ્ભવી રહી છે.
યુરોપમાં ઈસ્લામનો પ્રભાવ ડગલે ને પગલે વરતાઈ રહ્યો છે. યુરોપવાસીઓના રોજિંદા જીવનના પ્રત્યેક પાસાને ઈસ્લામ સ્પર્શી રહ્યો છે. સાહિત્ય અને સંસ્કૃતિથી માંડી ફેશન સુધીની દરેક વાત પર ઈસ્લામ હાવી થઈ રહ્યો છે. મસ્જિદોની સંખ્યા વધી રહી છે. મદરેસાઓ અને અન્ય ઈસ્લામિક શિક્ષણ આપતી શાળાઓ પણ વધી રહી છે. યુરોપના દરેક મહત્ત્વના શહેરમાં ઠેરઠેર કતલખાનાંઓ અને બેકરીઓ નજરે ચડે છે.
ટુ ધ વેસ્ટ ઓફ અલ્લા નામના પુસ્તકના વિદ્વાન ફ્રેન્ચ લેખક ગાઈલ કેપલ કહે છે કે યુરોપ ઈસ્લામમાં અને ઈસ્લામ યુરોપમાં ભળી ગયાં છે. ઈસ્લામ એ યુરોપિયન જીવનની નવી હકીકત છે. બેલ્જિયમ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન જેવા રોમન કેથલિક ખ્રિસ્તીઓની બહુમતી ધરાવતા દેશોમાં મુસ્લિમોની સંખ્યા પ્રોટેસ્ટન્ટો અને યહૂદીઓ કરતાંય વધુ છે.
ફ્રાન્સમાં બાવીસ લાખ મુસ્લિમો વસે છે. જર્મનીમાંય મુસ્લિમોની સંખ્યા બાવીસ લાખની છે. બ્રિટનમાં ૧૪ લાખ મુસલમાનો છે. આખા પશ્ચિમ યુરોપમાં વસતા મુસ્લિમોનો સરવાળો માંડીએ તો એ સંખ્યા એક કરોડની થવા જાય છે.
મહત્ત્વની વાત તો એ છે કે આ આંકડો દિવસે ન વધે એટલો રાતે અને રાતે ન વધે એટલો દિવસે વધી રહ્યો છે. આનું કારણ છે, યુરોપમાં જન્મદર ઓછો હોવાને લીધે અને વૃદ્ધોની સંખ્યા વધુ હોવાને કારણે ત્યાંના લોકોએ સસ્તા મજૂરો મળી રહે તે માટે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. આખા યુરોપમાં આ મજૂરો આવે છે તૂર્કીમાંથી, ઉત્તર આફ્રિકાના મુસ્લિમ દેશોમાંથી અને મધ્યપૂર્વના દેશોમાંથી. આ મજૂરોની સંખ્યા દિનબદિન વધી રહી છે. ફ્રાન્સની સરકારના અંદાજ પ્રમાણે આવતાં પંદર વર્ષમાં એના આરબ મુસ્લિમોની વસતિ સાઠથી એંસી લાખની થઈ જશે.
આગામી બે દાયકામાં વિશ્વમાં બિન-મુસ્લિમોની સરખામણીએ મુસ્લિમોની વસતીમાં બમણા દરે વધારો થશે તથા ૨૦૩૦ સુધીમાં વિશ્વની કુલ વસતીમાં મુસ્લિમોનું પ્રમાણ ૨૫ ટકાથી વધારે થઈ જશે. આંતરરાષ્ટ્રીય એજન્સીના અહેવાલ મુજબ આગામી વીસ વર્ષમાં પાકિસ્તાન વિશ્વમાં મુસ્લિમોની સૌથી વધુ વસતી ધરાવતા દેશ તરીકે ઈન્ડોનેશિયાને પાછળ રાખી દેશે.
આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ આગામી ૨૦ વર્ષમાં મુસ્લિમોની વસતીમાં ૩૫ ટકાના દરે વધારો થશે, તથા વિશ્વમાં મુસ્લિમોની સંખ્યા ૨૦૧૦માં ૧.૬ અબજથી વધીને ૨૦૩૦માં સવા બે અબજ થઈ જશે. જો વર્તમાન વલણ યથાવત રહેશે તો ૨૦૩૦માં વિશ્વની કુલ અંદાજિત વસતી ૮.૩ અબજમાં મુસ્લિમોનું પ્રમાણ ૨૬.૪ ટકા થઈ જશે.
વધુ આવતા ભાગમાં…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.