Lok Sabha Election 2024: આજે લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ ભારત સરકારનાં ચેરમેન સુનીલ સિંધીએ (Lok Sabha Election 2024) તેમના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા. સુનિલ સિંધીએ પરિવાર સાથે સનાથલ સ્કૂલ ખાતે મતદાન મથક પર લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો.
ગૌતમ અદાણીએ મતદાન કર્યું
મૂળ ગુજરાતી એવા મોટા બિઝનેસમેન ગૌતમ અદાણી કે જે અદાણી ગ્રુપના ચેરમેન છે તેઓ પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા.
ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું
ગુજરાતની કચ્છી લોક ગાયિકા ગીતાબેન રબારીએ પણ મતદાન કરવા ગયા છે. ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કરવા ગયા હતા. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગીતાબેન રબારીએ કહ્યું છે કે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું ખુબ જરૂરી છે.
શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કરવા ગયા હતા. ગાંધીનગર સેક્ટર-19 માં તેમને મતદાન કર્યું હતું. શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઈને એક વાંધો ઉઠાવ્યો હતો. બુથમાં ભાજપનાં એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ચૂંટણી કમિશ્નરને મારી રજૂઆત છે કે તેમણે આ અટકાવવું જોઈએ.
વૃધ્ધો અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લઇ જતાં પોલીસ
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App