બેકટેરિયાનું નામ સાંભળતા જ બિમારીઓનું સ્મરણ થાય છે. જો કે કેટલાક બેકટેરિયા શરીરમાં પાચનક્રિયાને સકારાત્મક અસર પણ કરે છે એ પણ જાણીતી વાત છે.પરંતુ બેકટેરિયા સોનું બનાવે છે એ જાણીને ખૂબજ નવાઇ લાગશે. આ સોનુ તૈયાર કરતા બેકટેરિયાના રહસ્યને વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને ઉકેલ્યું છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાણીમાં ખાસ આયન્સના કણોને બેકટરિયા મજબુત સોનામાં ફેરવી નાખે છે. આ પ્રક્રિયા કોઇ બાયો કેમિસ્ટની પરી કથા સમાન લાગે તેવી છે તેમ છતાં વાસ્તવિક પણ છે.મેકાસ્ટર યુનિર્વસિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ બેકટેરિયાનું નામ ડેલ્ફિટિયા એસિડોવોરાન્સ છે. આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. સોનામાં થતું આ પરીવર્તન એ બેકટેરિયાની આત્મરક્ષા પ્રણાલીનો જ એક ભાગ છે.
પાણીમાં રહેલા સુવર્ણ કણ ઝેરીલા કણનો બેકટેરિયાને આનો અનુભવ થાય ત્યારે તે ડેલ્ફટી બૈકિટન નામનું પ્રોટિન છોડે છે. આ પ્રોટિન બેકટેરિયા માટે કવચનું કામ કરે છે અને ઝેરીલા કણોને શુધ્ધ કણોમાં ફેરવી નાખે છે જે કોશિકાઓની બહાર જમા થાય છે.
જો કે બેકટેરિયા દ્વારા છોડવામાં આવતી પ્રોટિનની માત્રા ખૂબજ ઓછી હોય છે. કારણ કે સમગ્ર કણોનો આકાર ૨૫ થી ૫૦ નેનોમિટર જેટલો હોય છે. જો કે એટલું ચોકકસ છે કે આ સંશોધને એ વાતને જન્મ આપ્યો છે કયારેક દિવસ બેકટેરિયા કે પ્રોટિનને પાણીમાં મળતા સોનાના કણો અંગે વધારે જાણી શકાશે. એટલું જ નહી સોના જેવી ધાતુ હોય તેવી નદીઓ અને પાણીના વહેણને શોધવામાં પણ મદદ મળી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.