એક લાખથી પણ વધુ વખત શેર થયો છે આ ફોટો- ફોટોમાં જુઓ મહિલા પોલીસની દરિયાદિલી

Published on Trishul News at 12:27 PM, Thu, 2 May 2019

Last modified on May 2nd, 2019 at 12:27 PM

Facebook પર છેલ્લા કેટલાક દિવસથી આર્જેન્ટિનાની એક હોસ્પિટલ નો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ફોટો એટલી હદે ફેલાયો છે કે તેને આજ સુધીમાં એક લાખ બાર હજારથી પણ વધુ વખત શેર કરવામાં આવ્યો છે. આર્જેન્ટિનાની હોસ્પિટલમાં ક્લિક કરવામાં આવેલો આ વાયરલ ફોટો પોલીસ ઓફિસર સેલેસ્ટે જેક્વેલિન અયાલા નો છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેણી હોસ્પિટલમાં એક રડતા બાળકનો અવાજ સાંભળ્યો જેથી આ અવાજ ક્યાંથી આવે છે. તેની તપાસ કરતાં એક બાળક મળ્યો જે ભૂખથી તડપીને રડી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જેક્વેલિન થોડા સમય પહેલાં જ એક બાળકની માતા બની હતી. જેથી તેને એક માતાનો દર્દ શું હોય તે ખ્યાલ હતો. જેકલીને પોતે લોકસેવક પોલીસ ની ફરજ અદા કરવાની સાથે એક પોષણ કરતી માતા તરીકેનો રોલ પણ ભજવવાનો નિર્ણય કરી લીધો અને હોસ્પિટલમાં જાહેરમાં જ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જ્યારે તેણે તેની વર્દી નો શર્ટ ખોલીને બાળકને જાહેરમાં સ્તનપાન કરાવ્યું.

લાગણીસભર દ્રશ્યને તેની સાથે રહેલા ઓફિસર માર્કો માર્કોસ હરેડીયા એ ફોન માં કેદ કરી લીધું. માર્કોસ એ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે મને એક એવી સાથી પોલીસકર્મી મળી છે જે એક અજાણ્યા બાળકને પોતાનો પ્રેમ આપી રહી છે, આ તસવીર તરત જ વાયરલ થઈ અને ખૂબ જ ઓછા સમયમાં એક લાખથી પણ વધુ વખત શેર કરવામાં આવી.

એ સમયે જાહેરમાં સ્તનપાન કરાવી ને બધાને ચોંકાવી ને ચર્ચાસ્પદ બનેલી પોલીસ ઓફિસર જેક્વેલિન ને આર્જેન્ટિનાના લોકોએ સૌથી પાવરફુલ લોક સેવક તરીકે નો દરજ્જો પણ આપી દીધો અને સાથે સાથે આર્જેન્ટિનાના નાગરિકોએ એવું પણ લખ્યું કે આવી તક દેશના તમામ લોકસેવકો ને મળે ત્યારે ઝડપી લેવી જોઈએ.

સરકારી માધ્યમો માંથી આવેલી તે અનુસાર જેકલીનના આ બહાદુરી ભર્યા કાર્યને લીધે તેને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. જેક્વેલિન ઓફિસર ગ્રેડ થી સર્જન્ટ બનાવવામાં આવી છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "એક લાખથી પણ વધુ વખત શેર થયો છે આ ફોટો- ફોટોમાં જુઓ મહિલા પોલીસની દરિયાદિલી"

Leave a comment

Your email address will not be published.


*