ઘણાં લોકોને લગ્નજીવનનાં વર્ષો વીતી જવાં બાદ પણ સંતાન સુખની પ્રાપ્તિ થતી નથી. જેને કારણે આવાં લોકોને કેટલાંક લોકોનાં ટોણા સાંભળવા પડતા હોય છે. ત્યારે આવાં લોકોને સંતાન સુખની પ્રાપ્તિ ન થાય એનાં થોડાં કારણો જવાબદાર છે.
પ્રાચીનકાળમાં ઋષિ-મુનિ જ્યારે કોપાયમાન થાય ત્યારે તેઓ શ્રાપ આપતાં હતાં. ત્યારપછી વ્યક્તિને જ્યારે પણ પોતાની ભૂલનો અફસોસ થતો તો તેઓ શ્રાપથી મુક્તિ મેળવવાં માટે ઋષિ તથા કોઇ બીજાં દેવી-દેવતાની શરણમાં જઇને એનુ સમાધાન શોધતાં હતાં તેમજ બતાવવામાં આવેલ માર્ગ પર ચાલીને તેનું નિરાકરણ પણ કરતાં હતાં.
આજે પણ એ માન્યતા છે, કે શ્રાપ તથા આશિર્વાદની અસર થાય છે. એવું કહેવામાં આવે છે, કે અસર તે થાય છે કે ઘણાં લોકો જિંદગીભર સંતાનને માટે તરસતાં હોય છે તો ઘણાં લોકો સંતાન હોવાં છતાં પણ સુખની પ્રાપ્તિ કરી શક્તા નથી. જો તમારી સાથે પણ આવાં પ્રકારની મુશ્કેલી છે તો એનું નિદાન તમારે અવશ્ય કરવું જ જોઇએ. ધાર્મિક તેમજ જ્યોતિષ ગ્રંથોમાં પણ શ્રાપોની ચર્ચા કરવામાં આવી છે. આવો જાણીએ આ પ્રકારનાં શ્રાપોથી મુક્તિ મેળવવા માટેનાં ઉપાય વિશે..
માતૃ શ્રાપ
જો આપ માતૃ શ્રાપથી પીડિત છો તો સંતાનની સાથે જોડાયેલ સુખને ભોગવવું પડી શકે છે. આ શ્રાપથી મુક્તિ મેળવવાં માટે પતિને રામેશ્વરમાં જઇને સ્નાન કરવું જોઇએ. બની શકે તો પોતાની ક્ષમતા પ્રમાણે દૂધથી ભરેલુ ચાંદીનું પાત્ર દાન પણ કરવું જોઈએ. ભક્તિ-ભાવથી આ ઉપાયને કરવાંથી શ્રાપમાંથી મુક્તિ મળી જાય છે.
ભાતૃ શ્રાપ
પૂર્વ તથા આ જન્મમાં ભાઇથી મળેલ શ્રાપ આપને સંતાન સુખથી વંચિત પણ રાખી શકે છે. આ શ્રાપથી મુક્તિ મેળવવાં માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ તથા લક્ષ્મી નારાયણની કથાનું શ્રવણ કરવું જોઈએ. યમુના તથા કૃષ્ણા નદીમાં વિશેષ રૂપે સ્નાન કરવું જોઈએ. પીપળાનાં વૃક્ષ લગાવીને તેનાં મોટા થવા સુધી તેની તમામ સેવા કરો.
બ્રાહ્મણ શ્રાપ
પૂર્વ જન્મ અથવા ત્યારપછી આ જન્મમાં કોઇ બ્રાહ્મણનાં શ્રાપથી પીડિત હોય તો ચંદ્રાયણનું વ્રત કરવું જોઈએ. સંભવ હોય તો કોઇ યોગ્ય બ્રાહ્મણને ગાય પણ દાન કરવી જોઈએ.
પત્ની શ્રાપ
પત્ની દ્વારા આપવામાં આવેલ શ્રાપથી પીડિત હોય તો એમણે લક્ષ્મી નારાયણની મૂર્તિનું વિધિવત રીતે પૂજન કરવું જોઈએ. ગૌદાન તમજ કન્યા દાનથી પણ આ શ્રાપમાંથી મુક્તિ મળી શકે છે.
પ્રેતજનિત શ્રાપ
પ્રેતજનિત શ્રાપથી પીડિત હોય તો એમણે ગયામાં (બિહારમાં આવેલ સ્થળનું નામ) જઇને વિધિવત રીતે શ્રાદ્ધ કરવું જોઈએ. બ્રાહ્મણોને જમાડીને એમને ગાયનું દાન પણ કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews