Rules Going To Change From 1 june: આજથી કેટલાક જૂના નિયમોમાં ફેરફાર થવાના છે. તમારા માટે નવા નિયમો જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ નિયમોને(Rules Going To Change From 1 june) અવગણશો, તો તમે પૈસા ગુમાવી શકો છો.
આજથી ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, નિર્ધારિત સ્પીડથી વધુ ઝડપે વાહન ચલાવવા પર 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. અને લાયસન્સ વગર વાહન ચલાવવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવા પર 100 રૂપિયાનો દંડ ભરવો પડશે.
સગીર વાહન ચલાવતા પકડાશે તો 25 હજારનો થશે દંડ
રિપોર્ટ અનુસાર, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં વાહનનું રજિસ્ટ્રેશન અને માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકાય છે. આ સિવાય આવા સગીર બાળકને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ પણ નહીં મળે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર
એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે. ગયા મહિને માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એવી આશા છે કે આ વખતે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે.
બેંક રજા
જૂન મહિનામાં 10 દિવસ બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય, તો આ રજાઓ અનુસાર તમારી બેંક મુલાકાતની યોજના બનાવો.
આધાર કાર્ડ અપડેટ
આધાર કાર્ડને મફતમાં ઓનલાઈન અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન છે. જો તમે આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર અપડેટ કરવા ઈચ્છો છો, તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App