Rules Change 1 December: ડિસેમ્બર 2024 થી ઘણા નિયમમાં ફેરફાર થવાની સાથે સાથે ઘણા નવા નિયમો લાગુ થઇ રહી છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર થવાની છે. ડિસેમ્બર મહિનાથી એલપીજી ગેસ સિલિન્ડર, મોબાઇલ ઓટીપી મેસેજ થી ક્રેડિટ કાર્ડ (Rules Change 1 December) સંબંધિત નવા નિયમો લાગુ થવાના છે. નિયમમાં ફેરફાર અને નવા નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થવાના છે. ચાલો જાણીયે ક્યા નવા નિયમ ડિસેમ્બર 2024 થી લાગુ થવાના છે.
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1 ડિસેમ્બર, 2024થી બદલાશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરી છે. આથી 1 ડિસેમ્બરે રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઇ શકે છે. જો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધે તો તેની સીધી અસર તમારી બચત પર થશે. નોંધનિય છે કે, ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 48 રૂપિયા વધારી હતી, જ્યારે ઘરેલું ઉપયોગ માટેના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કર્યો ન હતો.
એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર
જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્, મર્ચન્ટ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તમારે સાવધાની રાખવી પડશે. હકીકતમાં દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એ ક્રેડિટ કાર્ડ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઈ કાર્ડની વેબસાઇટ મુજબ 1 ડિસેમ્બર, 2024 થી ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ, મર્ચન્ટ સંબંધિત પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પર રિવર્ડ પોઇન્ટ મળશે નહીં.
ઓટીપી નિયમ બદલાશે
મોબાઇલ ધારક અને ઓનલાઇન પેમેન્ટ, બેંક ટ્રાન્ઝેક્શન કરનારા લોકો માટે 1 ડિસેમ્બર, 2024થી મહત્વનો નિયમ લાગુ થઇ રહ્યો છે. દેશના ટેલિકોમ સેક્ટર નિયામક TRAI એ ઓનલાઇન ફ્રોડ અને છેતરપીંડિ પર લગામ કસવા માટે ઓટીપી સહિત કોમર્શિયલ મેસેજ માટે નવા ટ્રેસેબિલિટી નિયમ 1 ડિસેમ્બર 2024થી લાગુ કરી રહી છે. નવા ઓટીપી નિયમથી ગ્રાહકને ઓટીપી મેળવવા માટે થોડોક સમય રાહ જોવી પડશે.
ડિસેમ્બર 2024માં બેંક હોલિડ
ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામકાજ વહેલાસર પતાવી લેવા પડશે. ડિસેમ્બર વર્ષ 2024નો છેલ્લો મહિનો છે. ડિસેમ્બર 2024માં 16 દિવસ બેંક બંધ રહેવાની છે. તમામ રવિવાર, બીજા અને ચોથા શનિવાર સહિત ઘણી જાહેર રજાઓના કારણે બેંકો બંધ રહેશે.
એટીએફના ભાવ બદલાશે
એલપીજી ગેસ સિલિન્ડર જેમ દર મહિનાની 1 તારીખે એર ટર્બાઇન ફ્યૂઅલ એટલે કે વિમાન ઇંધણની કિંમત પર બદલાશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટીએફના ભાવમાં વધઘટની સીધી અસર ફ્લાઇટ ટિકિટ પર થાય છે.
1 ડિસેમ્બરથી લાગુ થશે ટ્રેસેબિલિટી નિયમઃ
દેશના ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)એ સ્કેમ અને ફિશિંગને રોકવા માટે OTP સહિત કોમર્શિયલ મેસેજ માટે નવા ટ્રેસેબિલિટી નિયમની સમયમર્યાદા 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવી છે. અગાઉ આ નિયમ 1 નવેમ્બર 2024થી લાગુ થવાનો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App