Rules Changed 1 October: કોઈપણ નવા મહિનાની શરૂઆત ઘણા મોટા ફેરફારો સાથે થાય છે. સપ્ટેમ્બર મહિનામાં ઘણા નિયમો બદલાયા હતા, હવે ઓક્ટોબરનો વારો છે. ઓક્ટોબરમાં એલપીજી ગેસના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન સુધીના નિયમોમાં (Rules Changed 1 October) ફેરફારની માહિતી સામે આવી છે. તે જ સમયે, બેંકમાં બચત ખાતામાં પણ કેટલાક ફેરફારો થઇ શકે છે. ત્યારે ચાલો જાણીને ક્યાં છે તે ફેરફારો…
ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને અપડેટ થાય છે. 1 ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. આ સિવાય PNB સેવિંગ્સ એકાઉન્ટમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે.
બોનસ ક્રેડિટના નિયમો
સેબીએ સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ સંબંધિત નિયમોની પણ જાહેરાત કરી હતી. આ નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સેબીએ શેર ક્રેડિટનો સમય ઘટાડીને 2 દિવસ કર્યો છે. આ પછી, હવે બોનસ શેર રેકોર્ડ તારીખથી બે દિવસમાં આપવામાં આવશે.
ટ્રાઈના નિયમોમાં ફેરફાર
1 ઓક્ટોબરથી TRAI 4G અને 5G નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે. Jio, Airtel, BSNL અને અન્ય ટેલિકોમ કંપનીઓએ આ નવા નિયમો સ્વીકારવા પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ પણ કરવામાં આવશે. નવા નિયમો URL/APK લિંક્સ ધરાવતા ચોક્કસ SMSના વિતરણ પર પ્રતિબંધ મૂકે છે. જો કે આ નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થવાના હતા, પરંતુ હાલમાં તેની તારીખ લંબાવવામાં આવી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
આ યોજના હેઠળ દાદા-દાદી દ્વારા તેમની પૌત્રીઓ માટે ખોલવામાં આવેલા તમામ ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી આ ખાતા માત્ર માતા-પિતા જ ખોલી શકશે. જૂના ખાતા વાલીના નામે ટ્રાન્સફર કરવામાં આવશે.
PPF ના ત્રણ નિયમો
1 ઓક્ટોબરથી કેન્દ્ર સરકારના પબ્લિક પ્રોવિડન્ટ ફંડને લઈને પણ નવા નિયમો લાગુ થશે. કેન્દ્રએ PPFને લઈને 3 નવા નિયમો બનાવ્યા છે. આ ત્રણ નિયમો હેઠળ એક કરતા વધુ ખાતા ધરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી એકાઉન્ટ ધારક 18 વર્ષનો ન થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ મળશે નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App