પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત માર્ચ 2018 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં 3500 ઘર બનાવામાં આવશે. જ્યાં છેલ્લાં બે વર્ષમાં 24 હજારથી વધુ ઘર બનાવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના લોકોને સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા અભિયાન, આયુષ્યમાન યોજના અને ઉજાળા યોજના સહિત ખાદ્ય સબસિડીનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
ભારત દેશની રાજધાનિ દિલ્હીમાં રહેનારા 40 લાખ લોકોને ધારણા હતી કે દરેક લોકોને ઘરનો અધિકાર મળશે. દિલ્હીમાં 1700 કોલોનીમાં રહેતા આ લોકોની અપેક્ષાઓને સરકારે પૂર્ણ કરી છે.
આપણે દરેક લોકો એ વાતના સાક્ષી છીએ કે સમય ની સાથે-સાથે પાકિસ્તાનમાં લઘુમતિઓ પર અત્યાચાર વધ્યા છે. હાલમાં નનકાના સાહિબમાં જે થયું એ આપણે સૌએ જોયું છે. આપણા સૌની એ ફરજ છે કે પાકિસ્તાનમાં થઈ રહેલા અત્યારને વિશ્વ સમક્ષ મુકવામાં આવે. ભારતના રાષ્ટ્રતિ રામનાથ કોવિંદે પાકિસ્તાનમાં લઘુમતિઓ સામે થઈ રહેલા અત્યાચારની નિંદા કરીને વિશ્વ સમુદાયને આ બાબતે આવશ્યક પગલાં ભરવાનો આગ્રહ કર્યો હતો.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં વસવાટ કરતા દરેક હિંદું, શિખ જેઓ ત્યાં રહેવા માગતા નથી તેઓ ભારત આવી શકે છે. તેમને સામાન્ય જીવન અને રહેવાનો અધિકાર આપવાની ભારત સરકારની જવાબદારી છે. પૂજ્ય બાપુના આ વિચારને સમર્થન આપવા માટે અને સમય સમય પર આ બાબતને અનેક નેતાઓ અને પાર્ટીઓએ વિચાર વ્યક્ત કર્યો છે. આપણા રાષ્ટ્રનું નિર્માણ કરનારની ઈચ્છાઓને પૂર્ણ કરવી એ આપણી ફરજ છે. અમને ખુશી છે કે સંસદના બંને સદનો દ્વારા નાગરિકતા સંશોધન કાયદાને મંજૂરી અપાઈ છે.
ખેડૂતો માટે ઓનલાઈન બજાર એટલે ઈનામ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે. જેની અસર હવે જોવા મળી રહી છે. દેશના એક કરોડ 65 લાખ ખેડૂતો અને સવા લાખ વેપારી આ યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. લગભગ 90 હજાર કરોડનો વેપાર આ યોજના અંતર્ગત થઈ રહ્યો છે. સમગ્ર દેશભરના 400 માર્કેટયાર્ડોને આ યોજના સાથે જોડવાની કામગીરી થઈ રહી છે.
આજે સમગ્ર દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ભારત પાસે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત દેશમાં 27 હજાર નવા સ્ટાર્ટઅપને માન્યતા અપાઈ છે. 5 વર્ષમાં પેટન્ટની નોંધણી રણ 4 ગણી વચ્ચે છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનમાં પણ 5 ગણો વધારો થયો છે.
છેલ્લાં 5 વર્ષમાં DBT(ડીબીટી)ના માધ્યમથી 9 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના ખાતામાં ગયા છે. સરકારે ખોટા હાથમાં રૂપિયા જતા રોકવા માટે એક્શન લેતાં 1.70 લાખ કરોડ રૂપિયા સરકારના બચ્યા છે.
સરકાર દ્વારા ઓટોમોબાઈલ અને રેલવેમાં મેક ઈન ઇન્ડિયા અંતર્ગત પ્રોત્સાહનો અપાઈ રહ્યાં છે. વંદેભારત અને તેજસ એક્સપ્રેસના રૂપમાં રેલવે ભારતમાં આધુનિક રેલ ગાડીઓનું નિર્માણ કરી રહી છે. જે કામ હાલમાં પ્રગતિ પર છે.
આતંકના સ્વરૂપને જોતાં પ્રજાનો સહયોગ મળે એ અતિ જરૂરી છે. મારી સરકાર આતંકવાદ સામે લડવા માટે કટિબદ્ધ છે. આતંકવાદ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે સેનાના જવાનોને પૂરી છૂટ અપાઈ છે. સરકાર વિદેશ નીતિને મહત્વ પૂર્ણ માને છે અને પડોશી દેશો સાથે સંબંધો સારા બનાવવાની દીશામાં કામ કરી રહી છે.
દેશવાસીઓના પ્રયત્નોને પગલે ભારતમાં છેલ્લાં 4 વર્ષમાં જંગલ વિસ્તારમાં 13 હજાર વર્ગ કિલોમીટરની વદ્ધિ થઈ છે. આ જ પ્રકારે વાઘોની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2014માં 2,26 વાઘો સામે જુલાઈ 2019માં આ આંક 2,967એ પહોંચ્યો છે. દેશમાં વાઘોની વઘતી સંખ્યા સંતોષ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.