કોરોનાની મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને લીધે કેટલાય લોકો ભરડામાં આવી ચુક્યા છે. તો કેટલાય લોકો અપૂરતી સુવિધાને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ઘણી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તથા અન્ય ઘણા ટ્રસ્ટો લોકોની વહારે આવે છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે ભાઈ બહેને પોતાના બાળપણથી ભેગા કરેલા ગલ્લાના પૈસા કોરોના દર્દીઓના સહાય માટે આપવાનો નિર્ણય લીધો છે.
સુરત શહેરમાં રહેતા બે બાળકોએ પોતાના બાળપણથી ભેગા કરેલા રૂપિયા કોરોનાગ્રસ્ત દર્દીઓની સહાયરૂપે આપી દીધા છે. 6 વર્ષની અનન્યા અને 11 વર્ષના આદિત્ય બંને ભાઈ બહેને ૪૧૦૦૦ રૂપિયા પોતાના ગલ્લામાંથી સહાય માટે આપી દીધા છે. જોવા જઈએ તો આ રકમ નાની કહેવાય પરંતુ બાળકોની આ ભાવના ખુબ જ મોટી કહી શકાય. પોતાના ગલ્લાની રકમમાંથી તેમના પિતાએ સેનેટાઇઝર, N95 માસ્ક અને માઉથ વોશ જેવી જરૂરી વસ્તુઓ લઈને તેમનું વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે.
સુરતના બે નાના ભૂલકાઓ કહી શકાય એવા 6 વર્ષની અનન્યા અને 11 વર્ષના આદિત્ય બંને ભાઈ બહેને કોરોનાગ્રસ્ત દર્દીઓને પોતાનાથી થઇ શકે તેટલી સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાના ગલ્લામાં ભેગી થયેલી નાણાની રકમ સહાય રૂપે આપી શકે તે માટે પોતાના પિતાની પરવાનગી લીધી હતી. આ નાનકડી ઉમરમાં બાળકોની આ લાગણી જોઇને તેમના પિતા પણ અચંભિત થઇ ગયા અને બંનેની ભાવનાને બિરદાવી હતી અને તે રૂપિયાનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દીમાં થાય તે માટેની એક પ્રેરણા પૂરી પાડી હતી. બંને ભાઈ બહેનોએ આ ૪૧ હજાર રૂપિયા કોરોનામાં સારવાર લઈ રહેલા દર્દીઓને સમર્પિત કરી દીધા છે.
આ બંને બાળકોના પિતા ગૌતમભાઈ સિરોહા મૂળ ડોક્ટર અને ટેક્સટાઇલ વ્યાપાર સાથે જોડાયેલા છે. કોરોનાની આ બીજી લહેરમાં ગૌતમભાઈ સિરોહા આઇસોલેશન સેન્ટરમાં ડોક્ટરની સેવા પણ આપી રહયા હતા. સુરતના જુદા જુદા વિસ્તારમાં સેવા સામાજિક સંસ્થા હેઠળ કોરોના દર્દીઓની સારવાર માટે આઇસોલેશન વોર્ડ ચાલી રહયા હતા. જેમાં ગૌતમભાઈ સિરોહા દર્દીઓની સારવાર માટે પોતાની સેવા આપી રહ્યા છે. બાળકોને પોતાના પિતાની આ પ્રકારની સેવા જોઈ તેમના બાળકોને પણ કંઈક રીતે સેવા કરવાની લાગણી જાગી હતી. ત્યારે તેમની નાની દીકરી અનન્યા સિરોહાનો જન્મદિવસ આવી રહ્યો હતો. તેણે આ જન્મદિવસ નિમિત્તે અનન્યાએ અને તેના ભાઈ આદિત્યએ પિતાને જન્મદિવસ નહિ ઉજવી પોતાના ગલ્લામાં બાળપણથી જમા કરેલા રૂપિયા કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવા વિનંતી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.