ગુજરાત રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સતત આમ આદમી પાર્ટીના સંપર્કમાં આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે અસમંજસની પરિસ્થીતી સર્જાય છે. જેના કારણે કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
કોંગ્રેસ પાર્ટીમાં સતત અનિર્ણાયકતાને લઈને સીનિયર નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ તો કોંગ્રેસને ફક્ત ભાજપ સામે પડકાર રહેતો હતો. પરંતુ હવે આ વખતની ચૂંટણીમાં કોંગ્રસને આપ સામેના પડકારો પણ મળી રહ્યા છે.
જયારે હવે કોંગ્રેસ પાર્ટીમાં સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો સતત આમ આદમી પાર્ટીના સંપર્કમાં આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે અસમંજસની પરિસ્થીતી સર્જાય છે. જેને લીધે કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી છે અને સાથે જ તેઓ પોતાના ભવિષ્યને બચાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે.
એક વાત તો નક્કી છે કે, હાલમાં ગુજરાત રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય થઇ રહી છે અને અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ અંગે કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. જયારે બીજી બાજુ કોંગ્રેસના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીનો સામેથી સંપર્ક કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.