સલામ છે આ દીકરીની હિંમતને! દાદીની કાનની બૂટી છીનવીને ભાગી રહેલા બદમાશોને એકલા હાથે પછાડી દીધા

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં ખુબ જ આગળ છે. ત્યારે દીકરીઓએ આજના જમાનામાં પોતાની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડે છે. જેથી દીકરીઓએ ખુબ જ નીડરતાથી જીવવું જોઈએ. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં મેરઠ (Meerut)ની એક વિદ્યાર્થીનીની બદમાશો સાથે અથડામણ થઈ હતી. જેમાં વિદ્યાર્થીનીએ આ બદમાશોનો ખુબ જ નીડરતાથી સામનો કર્યો હતો. જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

દાદી અને પૌત્રી બૂમાબૂમ કરી, પણ કોઈ મદદે ના આવ્યું:
મળતી માહિતી અનુસાર, વરુણ અગ્રવાલ તેના પરિવાર સાથે મેરઠના લાલકુર્તી પોલીસ સ્ટેશન વિસ્તારના મૈદા વિસ્તારમાં રહે છે. ત્યારે શનિવારના રોજ મોદી નગરમાં રહેતા પાલી વરુણના માતા સંતોષ દેવી (80) તેમજ તેમની પૌત્રી રિયા બંને બજારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી બે બાઈક સવારો આવ્યા અને બદમાશોએ દાદીના કાનની બુટ્ટી ખેંચી લીધી હતી. ત્યારે પૌત્રી રિયાએ નીડરતાથી આ બદમાશોનો સામનો કર્યો હતો.

બૂચરી રોડ પર બદમાશો અને પોલીસનો આમનો-સામનો થયો હતો:
આ ઘટના શનિવારના રોજ સાંજે 4.55 કલાકે બની હતી. રિયાએ ચપળતા બતાવી બદમાશોને બાઈક પરથી ખેંચીને નીચે ઉતારી દીધા હતા. જેના કારણે બન્ને બદમાશો બાઈક સાથે રોડ પર પડ્યા હતા. ત્યારે દાદી અને પૌત્રી બદમાશો સાથે લડતા રહ્યા, પરંતુ તે વિસ્તારમાં મદદ કરવા માટે કોઈ ઘરની બહાર આવ્યું નહોતું. જાણવા મળ્યું છે કે, મોડી રાત્રે લગભગ 12 વાગે બૂચરી રોડ પર લાલકુર્તી પોલીસની બદમાશો સાથે અથડામણ થઈ હતી.

બન્ને બદમાશોને પગમાં ગોળી વાગી હતી:
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે 6 કલાકમાં બન્ને બદમાશોને પકડી લીધા હતા. પોલીસને જોઈને બદમાશોએ ગોળીબાર કર્યો અને ભાગવાનો પ્રયત્નો કર્યો હતો. ક્રોસ ફાયરિંગમાં પોલીસ ગોળીબારના કારણે બન્ને બદમાશો સચિન અને શિવમ સોની ઘાયલ થયા હતા. એન્કાઉન્ટરમાં બન્ને બદમાશોને પગમાં ગોળી વાગી હતી. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

12 વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું હતું:
આ અંગે રિયાની દાદી સંતોષ દેવીએ જણાવ્યું હતું કે, ઘરમાં કોઈ પુરુષ નથી. તેમના ઘરમાં રિયા જ બધી જવાબદારી સંભાળે છે. તેના પિતાનું 12 વર્ષ પહેલા અવસાન થયું છે. આવી સ્થિતિમાં પણ રિયા ખૂબ જ હિંમતવાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *