ચોરી, લુંટફાટ, હત્યા જેવ ગુનાખોરીના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે મોટાભાગના બનાવો તો રાજ્યના સુરત શહેરમાંથી જ સામે આવત્યા હોય છે. રાજ્યનું સુરત શહેર જાણે ગુનાખોરીનું કેન્દ્રબિંદુ હોય એમ જણાઈ રહ્યું છે ત્યારે આવા જ અન્ય એક બનાવને લઈ સમાચાર સામેં આવ્યા છે.
શહેરમાં આવેલ જહાંગીરપુરા દાંડી રોડ પરની ક્રિષ્ના પાર્ક હાઉસની તસ્કરો 2 દુકાનના તાળા તોડીને હજારો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. અવારનવાર દુકાનોના તૂટતા તાળાને લઈ પોલીસ પેટ્રોલીંગની વિરુદ્ધ અનેક પ્રશ્નો ઉભા થયા છે. મધરાત્રે બનેલ આ ઘટના પછી જહાંગીરપુરા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી જતા CCTVમાં 3 અજાણ્યા ઇસમો કેદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મેઈન રોડ પર હવે તસ્કરો દુકાનોને નિશાન બનાવી:
પટેલ PUC સેન્ટર ના માલિક રવિ પટેલ જણાવે છે કે, અંદાજે મધરાત્રે આ ઘટના બની છે. શટર ઊંચું કરીને તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હોય એમ જણાઈ રહ્યું છે PUC સેન્ટરના ગલ્લામાંથી અંદાજે 1500 તેમજ બાજુની શિવ સ્પોર્ટસની દુકાનમાંથી લેપટોપની બેગ ચોરી કરી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થયા પછી પોલીસ દોડતી થઈ છે.
3 અજાણ્યા ઇસમોની કરતૂત સામે આવી:
એકસાથે 2 દુકાનોને નિશાન બનાવનાર તસ્કરો CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. 3 અજાણ્યા ઇસમોની કરતૂત વિરુદ્ધ આવી છે. પોલીસને CCTV આપી દેવામાં આવ્યા છે. અપેક્ષા રાખીએ છીએ ઝડપથી પકડાય જાય. છેલ્લા 10 વર્ષમાં સૌપ્રથમવખત આ શોપિંગ સેન્ટરમાં તાળા તૂટ્યા છે. જહાંગીરપુરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.