હાલમાં એક ચોરીની ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. આ ઘટના વૈશાલી હેર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર સુનીત સોનીના ઘરે થઇ છે. ડોક્ટર સોનીએ તેના ઘરના બેસમેન્ટમાં ચાંદીથી ભરેલુ બોક્સ રાખ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, ચોરોને આ વસ્તુ કેવી રીતે મળી. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે ચોર ચોરી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવી.
પહેલા તો ચોરોએ ડોક્ટરના ઘરની બાજુમાં એક પ્લોટ 90 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ તેમાં કામ કરાવવાના બહાને 3 મહિનામાં 15 ફુટ ઊંડો અને 20 ફુટ લાંબી ટનલ બનાવવામાં આવી જેથી તેઓ ડોક્ટરના ઘરના ભોંયરામાં જઈને ચોરીની ઘટનાને અંજામ આપી શકે.
ડોક્ટર સોનીએ 3 મહિના પહેલા ચાંદીના બોક્સને તેના બેસમેન્ટમાં મુક્યું હતું. થોડા દિવસો પહેલા જ્યારે તે ભોંયરામાં ગયો અને તપાસ કરી ત્યારે ડો.સોનીના હોશ ઉડી ગયા હતા. ચોરોએ કટરથી બોક્સ કાપીને તે લઈ ગયા, ત્યાં અન્ય બે પેટીઓ પણ હતી જે ખાલી હતી. ત્યારબાદ ચોરીની જાણ પોલીસને કરવામાં આવી હતી. જોકે, ચાંદીના ડબ્બામાં કેટલા ઝવેરાત હતા તે અંગે કોઈ માહિતી નહોતી. ડો. સોનીએ પોલીસને કોઈ માહિતી આપી નથી. અને પોલીસ પણ સ્પષ્ટ રીતે કંઈ કહી રહી નથી.
એસીપી રાયસિંહ બેનીવાલ કહે છે કે, આ ગેંગમાં બે કે તેથી વધુ લોકો જોડાયા હશે તેવી સંભાવના છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ફક્ત ડોક્ટરની નજીકના લોકો જ તેમાં શામેલ થઈ શકે છે. કારણ કે, તેઓ ઘરના ભોંયરામાં ચાંદીનો ડબ્બો ક્યાં રાખ્યો છે તે સારી રીતે જાણતા હશે. આ સમગ્ર મામલામાં પોલીસે કેટલાક શકમંદોની અટકાયત પણ કરી છે. પોલીસનો દાવો છે કે, ટૂંક સમયમાં જ આખો મામલો બહાર આવશે. આ ચોરીની ઘટના રાજસ્થાનના જયપુરમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle