એક જ મિનીટમાં નાનકડી જાળી માંથી પસાર થઇ ગયો ચોર, પોલીસને પણ વિશ્વાસ ન આવતા ફરીવાર ડેમો કરાવ્યો

તમે ક્યારેય કોઈ ચોરને લાઇવ ચોરી કરતા નહિ જોયો હોય, આવું તો આપણે ફિલ્મોમાં જ જોઈ શકીએ છીએ, પરંતુ એક વીડિયો જોરદાર રીતે વાયરલ થઈ…

તમે ક્યારેય કોઈ ચોરને લાઇવ ચોરી કરતા નહિ જોયો હોય, આવું તો આપણે ફિલ્મોમાં જ જોઈ શકીએ છીએ, પરંતુ એક વીડિયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ચોર ઘરમાં ચોરી કરવા કેવી રીતે ઘુસ્યો તે, બતાવી રહ્યો છે. ઇન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ચોર બારીમાંથી ઘરમાં પ્રવેશવાનો નવો રસ્તો બતાવે છે. ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઓફિસર રુપિન શર્માએ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. એક મિનિટ અને ચાર સેકન્ડની ક્લિપની શરૂઆત કોપ દ્વારા ચોરને હાથકડીમાંથી મુક્ત કરીને તેને ઘરમાં પ્રવેશવાની યુક્તિ બતાવવાનું કહેવામાં આવે છે.

પોલીસ ચોર પર વિશ્વાસ કરી શકતી ન હતી કે, કોઈ ચોર ઘરની બારી માંથી કેવી રીતે કઈ પણ તોડફોડ કર્યા વગર ઘરમાં પ્રવેશે છે. જેના કારણે તે ચોરને ઘટના સ્થળે લઈ ગગયાઅને જોયું કે ચોર બારીમાંથી કેવી રીતે પ્રવેશ્યો. ચોર બારી પર ચડતો જોવા મળે છે અને તેનો એક પગ બારીની વચ્ચેથી અંદર મૂકે છે. તે બારીમાંથી ત્રાંસી રીતે તેના શરીરને ફિટ કરવાનો પ્રયાસ કરે છે અને એક મિનિટમાં સરળતાથી ઘરમાં પ્રવેશ કરે છે. આ વીડિયોને શેર કરતા ઓફિસર રુપિન શર્માએ કેપ્શનમાં લખ્યું, ‘આ ચોર બારીમાંથી પ્રવેશ્યો, જોઇલો ડેમો! #Power_of_diagonal!’

વીડિયો જોયા બાદ યુઝર્સની કેટલીક પ્રતિક્રિયાઓ…
આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. તેને 11,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે. ચોર જે રીતે ઘરમાં ઘૂસ્યો તે જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, અને ભાતભાતની ટીપ્પણીઓ કરી હતી.

અગાઉ પણ અજીબોગરીબ ચોરીની ઘટના બની છે
આ મહિનાની શરૂઆતમાં, ગુવાહાટીના હેંગરાબારીમાં એક અજાણ્યા ચોરે અજીબોગરીબ રીતે ઘરમાંથી ચોરી કરી હતી, જ્યારે ઘરના માલિક બહાર હતા. તેણે ઘરમાંથી કિંમતી સામાન ચોરવાની જગ્યાએ રસોડામાં જઈને ખીચડી બનાવવા લાગ્યો અને જયારે રસોડામાંથી અવાજ આવ્યો ત્યારે પડોશીઓએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *