કોરોનાને કારણે ઓનલાઈન યોજાશે સમૂહ લગ્નોત્સવ- સૌરાષ્ટ્ર પટેલ સમાજના 121 યુગલો જોડાશે

સુરત(Surat): શહેરમાં અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ(Online mass wedding) 20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર પટેલ સમાજ(Saurashtra Patel Samaj)ના 121 યુગલો જુદાં-જુદાં સ્થળેથી જોડાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE…

સુરત(Surat): શહેરમાં અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ(Online mass wedding) 20 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર પટેલ સમાજ(Saurashtra Patel Samaj)ના 121 યુગલો જુદાં-જુદાં સ્થળેથી જોડાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ સાથે બચતનો મેસેજ આપવા માટે દરેક યુગલને 10-10 હજારની FD આપવામાં આવશે. શહેરના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપક્રમે 20 ફેબ્રુઆરીએ 63મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાશે. કોરોનાને કારણે સમારોહ વર્ચ્યુઅલી યોજાશે. એક જ સમયે અલગ અલગ જગ્યા પર લગ્ન વિધી થશે, પરંતુ તમામ લગ્ન મંડપો ડિજિટલી જોડાશે. આ સાથે જ બચતનો મેસેજ આપવા તમામ યુગલને 10-10 હજાર રૂપિયાની એફડી પણ આપવામાં આવશે.

સંસ્થાના પ્રમુખ કાનજી ભાલાળા સહિતના હોદ્દેદારો એ જણાવ્યું હતું કે, આગામી 20 ફેબ્રુઆરીએ સાંજે 4થી 8 વાગ્યા સુધી દરેક કન્યા પક્ષ પોત-પોતાની અનુકૂળતા પ્રમાણે લગ્ન મંડપ વ્યવસ્થા કરશે. બંને પક્ષના 50-50 વ્યક્તિઓની હાજરીમાં લગ્ન વિધિ થશે. જુદા-જુદા 121 સ્થળે મંડપ હશે. ટી.વી ચેનલ તથા ડિજિટલ માધ્યમથી 100થી વધારે દેશોમાં સમૂહ લગ્નોત્સવનું જીવત પ્રસારણ કરાશે.

સંસ્થા તરફથી દરેક કન્યાને કરિયાવર તથા કન્યાના પિતાને લગ્ન વ્યવસ્થા, 100 વ્યક્તિઓના ભોજન માટે રૂપિયા 20 હજાર અપાશે. ખર્ચ ઓછા કરી દીકરીને બચત કરવાનો મેસેજ આપવા સમાજ તરફથી કન્યાને 10 હજાર રૂપિયાની એફડી કરાવી અપાશે. 121 સ્થળે દરેક યુગલને શુભેચ્છા અને કન્યાદાનની વસ્તુઓ આપવા સમાજના પ્રતિનિધિ-અગ્રણીઓ હાજર રહેશે. દરેક મંડપથી સીધુ જીવંત પ્રસારણ મુખ્ય કાર્યક્રમ સ્થળે જોડાશે. સંસ્થાના 1000થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થાને ડિજિટલ માધ્યમથી જોડી કાર્યક્રમને સફળ બનાવશે. અંદાજે 3 લાખથી વધુ લોકો કાર્યક્રમને ઘરે બેઠા માણશે.

સમૂહલગ્નોત્સવમાં જોડાનારી 121 કન્યાઓમાં 21 દીકરીઓના પિતા નથી. જેમને નિતિન બોરાવાળા તરફથી વિશેષ ચાંદલા સ્વરૂપે 5-5 હજાર વિશેષરૂપે એફડી અપાશે. આમ કુલ 15 હજાર રૂપિયાની એફડી મળશે.
કોવિડને કારણે આ વર્ષે પણ સમૂહ લગ્ન વર્ચ્યુઅલી જ કરાશે. 20 ફેબ્રુઆરીએ 121 યુગલો એક જ સમયે પરંતુ અલગ અલગ સ્થળે લગ્નવિધિ દ્વારા પ્રભુતામાં પગલા પાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *