સુરત (Surat) માં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. શનિદેવ મંદિર ખટોદરા (Khatodra) ની સામે આવેલ સોમા કાનજી-2 ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની માર્બલની દુકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમો રૂ.3.15 લાખથી વધુની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. પોલીસે 17મી ડિસેમ્બરે ચોરીની ફરિયાદ નોંધાવતા દોઢ માસ બાદ અનેક સવાલો ઉભા થયા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
કેવી રીતે દુકાનમાં ઘુસ્યા?
પ્રકાશભાઇ પ્રભુભાઇ કરોરીયા ઉ.વ.35 (રહે. નં. 109, વિશાલનગર, સરથાણા જકાતનાકા)એ જણાવ્યું હતું કે તેઓ વેણાસર, તા. માળીયા, જી, મોરબીના વતની છે. પ્રકાશભાઇ ત્રણ વર્ષથી માર્બલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 17 ડિસેમ્બર, 2021 ના રોજ, લગભગ રાત્રે 11 વાગ્યે, બે ઇસમોએ દુકાનની પાછળની બારી તોડી, દુકાનમાં ઘુસ્યા અને ચોરી કરી ફરાર થયા હતા. આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.
તરણજોત સિરામિક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની દુકાનમાં આ પહેલી ચોરી છે. દુકાનની પાછળના ભાગમાં લોખંડની જાળીના સળિયા તોડીને રોકડા રૂ. 3,13,450 રોકડા રૂપિયા માસ્ક પહેરીને બે ઈસમો ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ કેસ અંગે પોલીસ ઓફિસર કે.જી.દેસાઇ વધુ તપાસ કરી રહ્યા છે. આ તમામ ઘટના CCTV માં કેદ થઇ ત્યારે માલુમ પડ્યું કે, તસ્કરોએ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.