સુરત(Surat): શહેરમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગ(Mobile and chain snatching)ની ઘટનાઓ દિવસેને દિવસે સામે આવી રહી છે. ફરિયાદો એટલી વધી ગઈ છે કે હવે લોકો મોબાઈલ કે ચેઇન ચોરી થઈ જાય છે. તો તે પાછું મળશે જ નહીં એવું માનીને અમૂકવાર ફરિયાદ કરવાનું પણ ટાળે છે. જોકે આવા ઠગ ટોળકી સામે લોકોનો આક્રોશ કેટલો છે તે ગઈ સુરતમાં જોવા મળ્યું હતું.
સુરત શહેરના ઉધના(Udhana) વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ(Raika Circle) પાસે લોકોએ ચપ્પુની અણી બતાવીને મોબાઈલ લૂંટીને ભાગી રહેલા એક શખ્સને પકડી પાડ્યો હતો. આ યુવક એક વ્યક્તિને ચપ્પુ બતાવીને તેની પાસેથી મોબાઈલ લઈને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે તે જ સમયે લોકોએ તેને દબોચી લીધો હતો.
ચપ્પુ બતાવીને મોબાઈલ લૂંટીને ભાગતા શખ્સને લોકોએ પકડી લોકોએ પોલીસને બોલાવવાને બદલે જાતે જ ચખાડ્યો મેથીપાક #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/FttZTOWvxT
— Trishul News (@TrishulNews) October 4, 2021
લોકોએ યુવકને માત્ર પકડ્યો જ ન હતો પરંતુ તેને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો. અ પ્રકારની લુંટ ચલાવતો હોવાથી લોકોએ તેને રોડ પર ઢસડીને તેના કપડાં ફાડી નાંખ્યા હતા અને સાથે થાંભલા સાથે બાંધીને તેને ઢોર માર માર્યો હતો. સાથે રસ્તા વચ્ચે જ યુવકના વાળ પણ કાપી નાખ્યા હતા. પોલીસ ને જાણ કરવાની રાહ જોયા વગર જ લોકોએ તેને અધમુઓ કરી નાંખ્યો હતો અને રસ્તા વચ્ચે જ ઢોર માર માર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ચોરી કરનાર યુવક મૂળ પટનાનો અને ઉધનાના આશાપુરી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઘટનાના થોડા સમય પછી પોલીસ આવતા લોકોએ તેને પોલીસને હવાલે કરી દીધો હતો.
આમ, લોકોએ કાયદો હાથમાં લઈને ચોરી કરનાર યુવકને તેની ભૂલનું ભાન કરાવ્યું હતું. જોકે ચોરોને સબક શીખવાડવાની આવી ઘટનામાં કેટલીકવાર ભીડ તેને મારવામાં ભાન ભૂલી જાય તો ગુનો કરનાર વ્યક્તિનું મોત પણ થઇ શકે છે એટલે એ વાત પણ લોકોને સમજવાની જરૂર છે. કાયદો હાથમાં લેવા કરતા ગુનાની અને કાયદાકીય સજા આપવાનું કામ પોલીસ તંત્રને જ કરવા દેવું જોઈએ એ ખુબ જ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.