હાલમાં એક આશ્વર્યજનક જાણકારી સામે આવી રહી છે. આમ તો પતિ-પત્ની લગ્ન સમયે એકબીજાને 7 પ્રકારના વચન આપે છે જેમાં તેઓ સુખ-દુખ તથા જવાબદારીઓ સાથે મળીને નિભાવવા પણ સામેલ હોય છે પરંતુ તેમ છતાં તેઓ એકબીજા સાથે કેટલીક વાતો શેર કરી શકતા નથી.
તેવા સમયમાં અમે તમને પત્નીઓના એવા જૂઠાણાંઓ વિશે જણાવવા માટે જઇ રહ્યાં છીએ કે, જે મોટાભાગની પત્નીઓ બોલતી હોય છે. સામાન્ય રીતે પત્નીઓ ઘરને ખરાબ સમયથી બચાવવા માટે કેટલીક બચત કરે છે. તેની માટે તે સમયે સમયે જૂઠાણાંની મદદ લઇને પતિ પાસેથી રૂપિયા લેતી રહેતી હોય છે તેમજ ઘર અથવા તો કોઇ બચત ખાતામાં રાખતી હોય છે.
મોટાભાગની પત્નીઓ પતિ અથવા તો પરિવારજનોથી પોતાની બિમારીઓ છુપાવતી હોય છે. ગંભીર બિમારી હોવા છતાં તે સામાન્ય દુખાવો અથવા તો નાની બિમારી કહીને ટાળવાની હંમેશા પ્રયત્ન કરે છે. જેને લીધે ઘરના લોકો પરેશાન થાય નહિ.
સામાન્ય રીતે પત્નીઓ જ્યારે પણ શૉપિંગ પર કોઇ વધારે મોંઘો સામાન ખરીદી લે છે, તો તેવા સમયમાં પતિ અથવા તો પરિવારજનોને તેની સાચી કિંમત જણાવવા પર મોટાભાગે ખોટુ બોલતી હોય છે, જેને કારણે તેના પર કોઇ ગુસ્સે થાય નહિ. મોટાભાગની સ્ત્રીઓ પોતાના ફ્રેન્ડ્સની સામે પોતાના પતિ તથા પોતાના સ્ટેટસને લઇ ખોટુ બોલતી હોય છે.
પોતાના ફ્રેન્ડ્સની વચ્ચે પોતાની ફેમિલીનું સ્ટેટસ જાળવી રાખવા માટે આવુ કરે છે. સ્ત્રીઓ બહાર ડેટ અથવા તો કોઇ ફેમિલી લંચ પર મોટાભાગે ખોટુ બોલતી હોય છે. તેઓ ક્યારેય પોતાની પસંદની ડિશનો ઓર્ડર આપતી નથી પણ બીજાના ઓર્ડરમાં જ એડજસ્ટ કરી લેતાં હોય છે.
પૂછવા પર પણ તે ભૂખ ખુબ ઓછી હોવાનું બહાનુ આગળ ધરી દે છે. સ્ત્રીઓ મોટાભાગે પતિ અથવા કોઇ પોતાના પાસેના વ્યક્તિની ગિફ્ટ પસંદ ન આવે તો પણ ખુબ સારી છે તેમ કહીને રાખી લેતી હોય છે. કારણ કે, તે તેને દુખી કરવા માંગતી નથી.
મોટાભાગની પત્નીઓને પતિના ફ્રેન્ડ્સ પસંદ હોતા નથી તેમ છતાં ગેટ-ટૂ-ગેધરમાં અથવા પતિની સામે તેમને ખરાબ અથવા નાપસંદ હોવાનું કહેવાથી બચતી હોય છે. મોટાભાગની પત્નીઓ પતિને તેના ભૂતકાળ વિશે જાણવાથી ઇનકાર કરટી હોય છે અથવા તો તેમાં રસ હોવાની વાતને નકારી કાઢે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle