વાળમાં કલર કરાવતા પહેલા હજાર વાર વિચારજો – જુઓ આ મહિલાની કેવી હાલત થઇ…

અત્યારે મહિલાઓમાં વાળમાં અલગ-અલગ કલર કરવાનો ખુબ જ ક્રેઝ ચાલી રહ્યો છે. જયારે સોશિયલ મીડિયા પરથી એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક મહિલા વાળ રંગવા માટે સલૂનમાં ગઈ હતી. ત્યાં મહિલાના વાળમાં નવો રંગ કરવા માટે એક કેમિકલ ત્યાર કરવામાં આવ્યું હતું.

વાળમાં નવો કલર કરવા માટે જે કેમિકલ ત્યાર કરવામાં આવ્યું હતું તે મહિલાના વાળ પર ગળવામાં આવ્યું. થોડા સમય પછી મહિલાને વાળમાં બળતરાનો અનુભવ થયો, માથામાં આગ લાગી હોય તેમ ગરમ લાગ્યું અને તે સહન ન થતાં મહિલા બુમા-બુમ કરવા લાગી.

મહિલાની બુમ સાંભળીને સલૂનની એક મહિલા આવી અને તેને આર્ટિસ્ટ અને ત્યાંના કામદારોને વાળમાંથી કેમિકલ કાઢવાનું કીધું અને ત્યાર બાદ મહિલાના વાળ માંથી કેમિકલ કાઢવામાં આવ્યું અને કેમિકલ બનાવામાં કઈક ભૂલ થઇ હોવાથી તેના વાળ સફેદ થઈ ગયા હતા.

મહિલાના વાળને કલર કરવા માટે કેમિકલ બનાવીને લગાવામાં આવ્યું હતું તે કેમિકલ વાળમાં બળવાથી તેના વાળ સંપૂર્ણપણે ધોવામાં આવ્યા, ધોયા બાદ મહિલાના વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. મહિલાએ સલૂન આર્ટિસ્ટને તેના વાળ પર નવો રંગ લગાવવાનું કહ્યું હતું પણ કેમિકમાં ભૂલ થવાથી બધા વાળ સફેદ થય ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *