મહિલાઓ સાથે થઈ રહેલ અત્યાચાર તથા બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાંથી ગેંગરેપની દિલ હચમચાવી દે એવી ઘટના સામે આવી રહી છે.
અહીં કેટલાક લોકોએ 14 વર્ષની કિશોરીનું અપહરણ કરીને 5 અલગ-અલગ જગ્યા પર લઈ જઈને સતત 48 કલાક સુધી અનેકવખત ગેન્ગરેપ આચર્યો હતો કે, જ્યારે કિશોરીની સ્થિતિ ગંભીર જણાતા બળાત્કારીઓએ તેને પુણેથી મુંબઈ મોકલી દીધી હતી.
કિશોરી અહીંથી તેની મિત્ર સાથે ચંડીગઢ પહોંચી હતી. અહીં GRPએ કિશોરીની મદદ કરીને પોલીસ પાસે લઈ ગઈ હતી. આ કેસમાં પુણે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં કિશોરીનો મિત્ર, રેલવેના બે કર્મચારી તેમજ 11 ઓટોરિક્ષા-ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
કિશોરી હાલમાં પુણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોનું જણાવવું છે કે, કિશોરીની સ્થિતિ હવે જોખમથી બહાર છે. શારીરિક ઈજા તો ભલે મટી જાય પરંતુ કિશોરીને આ ઘટનાથી જે માનસિક આઘાત લાગ્યો છે એ જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકે. કિશોરીનાં પરિવારજનોનું જણાવવું છે કે, અમે પહેલાંથી પરેશાન છીએ.
પાણીમાં નશીલી દવા પીવડાવી અપહરણ કર્યું:
DCP નમ્રતા પાટીલ જણાવે છે કે, આ ઘટના 31 ઓગસ્ટની રાત્રે 10:30 વાગ્યે બની હતી. યુવતીનાં માતા-પિતા ખુબ ગરીબ હોવાથી કેટલાય વર્ષોથી પુણેની નર્સરીમાં કામ કરે છે. ત્યારપછી કિશોરી તેના 19 વર્ષનાં મિત્રને મળવા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
ત્યારબાદ તે ઓટોરિક્ષામાં પુણે સ્ટેશન પહોંચી હતી. ખુબ લાંબા સમય સુધી અહીં ઊભા રહ્યા પછી જ્યારે તેનો મિત્ર ન આવ્યો ત્યારે તો તે રડવા લાગી હતી. એને રડતી જોઈ એક ઓટો-ડ્રાઇવર તેની પાસે આવ્યો હતો. તેણે કિશોરીને જણાવ્યું કે, તારો મિત્ર સ્ટેશનની બહાર તને બોલાવી રહ્યો છે. કિશોરી ખુબ પરેશાન હતી અને તેને લાગ્યું કે ઓટો-ડ્રાઇવર સાચો છે. જેથી તે કિશોરીને બહાર લાવ્યો તેમજ તેને પીવા માટે પાણી આપ્યું. કિશોરીનું કહેવું છે કે, પાણી પીતાંની સાથે જ તેને ચક્કર આવવા લાગ્યા હતા.
કિશોરી આજીજી કરતી રહી- કપડાં અને જમવાનું તો આપો…
સૌપ્રથમ તો ડ્રાઈવરે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણે ફોન કરીને અમુક લોકોને બોલાવ્યા બાદ એક પછી એક કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. DCP પાટીલે કહ્યું હતું કે, પીડિતા ઘણીવાર તેમની સામે હાથ જોડીને વિનંતી કરતી રહી પણ આરોપીએ તેને કપડાં વગર રૂમમાં બંધ રાખી હતી.
દર થોડા કલાકોમાં એક નવી વ્યક્તિ આવીને કિશોરી પર બળાત્કાર ગુજારતો હતો. કિશોરી સતત કપડાં તથા ખોરાકની માંગ કરી રહી હતી પણ કોઈ તેની વાત સાંભળતું ન હતું. બળાત્કાર પછી આરોપીઓ તેને ધમકી પણ આપી રહ્યા હતા કે, જો તે બહાર ગયા બાદ કોઈ સાથે આ બાબતની જાણ કરી તો તેને મારી નાખશે.
પોતાની આજુબાજુના પુરુષોને જોઈ કિશોરી ડરી રહી છે:
યુવતીના પિતા જણાવે છે કે, કિશોરી એટલી ડરી ગઈ છે કે, તે એક ખૂણામાં બેસીને રડ્યા જ કરે છે. તે નિવેદન લેનાર પોલીસકર્મીઓની સાથે પણ યોગ્ય રીતે વાત કરી શકતી નથી. તે થોડા અવાજથી પણ ડરી જાય છે તેમજ તેની આજુબાજુના પુરુષને જોઈ ગભરાઈ જાય છે.
પિતાએ જણાવ્યું હતું કે, છોકરીનું સ્વપ્ન મોટા થઈને મોટા ઓફિસર બનવાનું હતું પણ હવે બધું જ પૂરું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. તે ઘણીવાર ઘરે જવાની વાત કરે છે. આ ઘટના પછીથી માતા-પિતાની આંખમાં આંસુ બંધ નથી થતાં તેમજ તેઓ ફક્ત ન્યાયની માંગણી કરી રહ્યા છે.
પુણેમાં અલગ-અલગ જગ્યાઓ પર બળાત્કાર ગુજાર્યો:
ઓટો-ડ્રાઈવરે કિશોરીનું અપહરણ કરીને એક સૂમસામ જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યારપછી ડ્રાઈવરે પોતાના એક મિત્રને કિશોરીને તેને હવાલે કરી દેવામાં આવી હતી. ત્યારપછી કિશોરીને એક હોટલમાં લઈ જઈને 3 લોકોએ વારાફરીથી તેના પર રેપ કર્યો હતો.
બીજા દિવસે આ જ હોટલમાં અન્ય 4 પુરુષોએ પીડિતાને હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ આરોપી કિશોરીને બીજા રુમમાં લઈ ગયા તેમજ ત્યાં પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કુલ 12 જેટલા આરોપીએ કિશોરી પર પુણેના વિશ્રાંતવાડી, વિમાનનગર, કોંઢવા અને કેટલીક અન્ય જગ્યાઓ પર રેપ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. રેપ