પરિણીતિ ચોપડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે ખૂબ જ ખૂલી રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપિત નથી કરી શકી. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન તો કરે છે અને તેના અભિનયની સરાહના પણ થાય છે. પરંતુ ક્યાંક અત્યારે પરિણીતિને તે એક ફિલ્મની શોધ છે જે તેમના કરિયરને નવી ઉંચાઈઓ સુધી લઈને જશે.
પરિણીતિ ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર, 1988ના રોજ અંબાલામાં થયો હતો. પરિણીતિના જન્મદિવસ પર જણાવી રહ્યાં છીએ કેટલીંક એવી વાતો જે હકિકતમાં ખુબ જ ઓછા લોકો જાણતા હશે
પરિણીતિ ચોપડા સૌથી વધુ ભણેલી-ગણેલી બોલીવૂડ એક્ટ્રેસ છે. તેની પાસે ઓનર્સની 3 ડિગ્રિઓ છે. પરિણીતિની પાસે બિજનેસ, ફાઈનાન્સ અને ઈકનોમિક્સમાં ઓનર્સની ડિગ્રીઓ છે.
પરિણીતિ પિત્ઝા ખાવાની ખૂબ શોકીન છે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે તે દિવસભર પિત્ઝા ખાઈ શકે છે.
પરિણીતિ ચોપડાએ 12માં ધોરણમાં ઓલઓવર ઈન્ડિયા ટોપ કર્યું હતુ અને તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.
તે ક્યારેય પણ એક્ટિંગને કરિયરના રૂપે પસંદ કરવા ઈચ્છતી ન હતી પરંતુ 2009મા આવેલી મંદી બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો.
એટલુ જ નહીં, પરિણીતિએ ક્લાસિકલ મ્યૂઝિકમાં પણ બીએ કર્યું છે. ભારતની ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્જાની સાથે તેની સારી મિત્રતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.