નાગરિક્તા સંશોધન કાયદા વિરૂદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન અટકાવવા માટે દેશના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગીત કરવા છત્તાં કોઈ વધારે ફરક જોવા નથી મળતો. માનવામાં આવે છે કે, પ્રદર્શનકારીઓ સંદેશાની આપ-લે માટે ફાયરચેટ (FireChat) નામની એપ્લિકેશનો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ્લિકેશન ઈન્ટરનેટ વિના પણ ચાલી શકે છે. કદાચ આજ કારણે આ એપ્લિકેશન સરકાર માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે, કારણ કે વિરોધ પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યાં.
ઈન્ટરનેટ વિના ફાયર ચેટ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી કરવામાં મેસેજની આશંકા ત્યારે પ્રબળ બની, જ્યારે તાજેતરમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશન ટ્રેન્ડિંગમાં રહી. ગૂગલ પ્લે સ્ટોરથી અત્યાર સુધીમાં 10 લાખ લોકો દ્વારા Fire Chat એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ્લિકેશન ઈન્ટરનેટ વિના પણ કામ કરી શકે છે. આ એપ બ્લૂટૂથ અને વાઈફાઈ મારફતે કામ કરે છે.
ગુરૂવારે હિંસક પ્રદર્શન દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગીત કરવામાં આવી હોવા છત્તા અનેક ઠેકાણે ટોળાને એકઠા થતા રોકવામાં નિષ્ફળતા સાંપડી હતી. ફાયર ચેટ વિના મોબાઈલ ફોન નેટવર્કથી પોતાની આસપાસના ફાયરચેટ યુઝર્સ સાથે વાતચીત કરી શકે છે.
ફાયરચેટ ની ખાસિયત :-
- આ એક ફ્રી મોબાઈલ મેસેજિંગ એપ્લિકેશન છે. જેનો ઉપયોગ કરવા માટે કોઈ પણ સિગ્નલ કે મોબાઈલ ઈન્ટરનેટની જરૂર નથી પડતી.
- બીજા વ્યક્તિ સાથે ચેટ કરવા માટે તેમના મોબાઈલમાં ફાયર ચેટ એપ્લિકેશન ઈન્સ્ટોલ હોવી જરૂરી છે.
- મોબાઈલ નેટવર્કથી કનેક્ટ ના હોવા પર મેસેજ મોકલવા અને મેળવવા માટે માત્ર બ્લૂટૂથ અને વાઈફાઈ ચાલું હોવું જોઈએ.
- જેટલા વધુ લોકો ઉપયોગ કરે છે, તેટલું જ તેનું નેટવર્ક વધુ વિસ્તરે છે.
- આ એપ મારફતે ટેક્સ્ટ અને ફોટોને એકબીજા વચ્ચે 200 ફૂટના અંતર સુધી મોકલવામાં આવી શકે છે.
- આ એપ મારફતે મોકલવામાં આવેલા સંદેશા એન્ક્રિપ્ટેડ હોય છે અને સેન્ડર-રિસિવર જ તેને જોઈ-વાંચી શકે છે.
- આ એપ ને લોકતાંત્રિક એપ પણ કહેવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.