હવામાં લીંબુ ઉડાવી પૈસા ડબલ કરી રહ્યા છે આ બાબા- વિડીયો જોઇને મગજ કામ કરતુ બંધ થઇ જશે

અમદાવાદ(Ahmedabad): શહેરના સરખેજ(Sarkhej)માં તાંત્રિક વિદ્યાના બહાને એકના ડબલ કરવાના નામે લોકો સાથે ઠગાઈ કરનાર ટોળકીની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ઠગાઈના રૂપિયા 9 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. વિધિના વિડીયો બનાવીને લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. અમે તમને જણાવીએ કોણ છે આ ઠગ બાબા.

સૌ પ્રથમ જણાવી દઈએ કે, હાથથી તાંત્રિક વિદ્યા કરીને લીંબુ હવામાં ઉડાડીને એક કા ડબલ કરવાની લાલચ આપનાર ઠગ બાબા અને તેની ટોળકીનો ખુલાસો થઈ ગયો છે. SOG ની કસ્ટડીમાં જોવા મળી રહેલા અનવર બાબા ઉર્ફે અનવર બાપુ ઠેબા, પરવેઝ અલી સૈયદ અને મજહર શેખ છે. જે જુદા જુદા વિડીયો લોકોને બતાવીને અંધશ્રદ્ધા ફેલાવતા હતા અને લોકો પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઠગ બાબા દ્વારા લીંબુ હવામાં ઉડાડવાની કે નારિયેળમાંથી મેથીના દાણા કાઢીને લોકોને વિશ્વાસ અપાવીને આ પ્રકારે એક યુવકને ઘર ખરીદવું હતું અને એક કા ડબલની લોભ-લાલચમાં આવીને આ ઠગ ટોળકીનો અંતે શિકાર બન્યો હતો. માત્ર આટલું જ નહી પરંતુ 11 લાખ રૂપિયા ઉછીના લઈને 22 લાખનું મકાન ખરીદવા આ ઠગ બાબા પાસે તાંત્રિક  વિધિ કરવા પહોંચી ગયો હતો. પરંતુ ઠગ બાબા અને તેની ટોળકી પૈસા લઈને ફરાર થઈ ગઈ હતી. SOG ક્રાઈમને બાતમી મળતા આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

SOG દ્વારા પકડાયેલા આરોપી અનવર બાબા સરખેજ લબેક પાર્કનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી પણ એક કા ડબલના અંધશ્રદ્ધામાં છેતરપીંડીનો શિકાર બન્યો હતો. જેથી પૈસા કમાવવા આરોપી દ્વારા જ એક કા ડબલનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો.

મળતી મહતી અનુસાર છેલ્લા 3 વર્ષથી આરોપી અને તેની ટોળકી નિર્દોષ લોકોને અંધશ્રદ્ધા ફેલાવીને વિશ્વાસ કેળવી લોકો સાથે ઠગાઈ કરે છે. આરોપી એક કા ડબલ માટે નોટો પર થયુબ લગાવીને સફેદ કાગળ બનાવીને લોકોને બતાવી રહ્યો હતો અને શેપુના પાણીમાં ડુબાડીને પૈસા બનાવીને લોકો સામે રજુ કરતો હતો. આ પ્રકારના અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા અંતે આ ઠગ બાબાનો ભાંડો ખુલી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઠગ ટોળકીએ માત્ર છેતરપિંડી કરીને જ નહિ પરંતુ લક્ઝ્યુરિયસ ગાડી ખરીદી કરીને તેમાં ફરતી હતી. હાલમાં SOG એ આરોપીઓની ધરપકડ કરીને આ ટોળકી દ્વારા અન્ય કેટલા ગુના કરવામાં આવ્યા છે. તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ ઠગ ટોળકીનો ભોગ બનેલા લોકોને પણ પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *