Volkswagen એપ્રિલ મહિનામાં કેટલીક પસંદગીની કાર પર ખૂબ જ આકર્ષક ડિસ્કાઉન્ટ લઈને આવ્યું છે. જર્મન કાર નિર્માતા પોલો, તાઈગુન અને વેન્ટો પર રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જોકે, આ ઓફરમાં રોકડ ડિસ્કાઉન્ટ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફર્સ પણ સામેલ છે.
સૌથી પહેલા તાઈગુનની વાત કરીએ તો કંપની તેના પર 85,000 રૂપિયા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. 1.5-લિટર GT DSG વેરિઅન્ટ્સ, 1-લિટર ટોપલાઇન અને હાઇલાઇન પર રૂ. 25,000ની એક્સચેન્જ ઑફર સાથે રૂ. 10,000નો લોયલ્ટી લાભ છે. આ સિવાય આ વેરિએન્ટ્સ સાથે 15,000નો ORVM સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. કંપની હાઇલાઇન ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ પર 50,000નો રોકડ લાભ આપી રહી છે.
કંપનીએ ભારતીય બજાર માટે Volkswagen પોલોને ટૂંક સમયમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્ટોક ક્લિયર કરવા માટે તેના પર 30,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટ્રેન્ડલાઇન અને કમ્ફર્ટલાઇન વેરિઅન્ટ્સ વધારાની ઓફર સાથે પણ આવે છે જ્યાં ખરીદદારો મફત કનેક્ટ ડોંગલ મેળવી શકે છે. હાલમાં, Legend માટે કોઈ ઓફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે Volkswagen પોલોનું છેલ્લું વેરિઅન્ટ માનવામાં આવે છે.
Volkswagen વેન્ટો પર માત્ર રૂ.40,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઓફરમાં રૂ. 25,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 15,000નો લોયલ્ટી લાભ સામેલ છે. ઓટોમેકરે Volkswagen વેન્ટોનું ઉત્પાદન બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે. ઓટોકારના અહેવાલ મુજબ, નવી Vertus ફોક્સવેગન વેન્ટોને રિપ્લેસ કરશે. જે આ વર્ષે મે મહિનામાં લોન્ચ થવાની સંભાવના છે. વધુ વિગતો માટે, ખરીદદારોને તેમની નજીકની ડીલરશીપનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.