શરીર પર ગંદા અને દુર્ગંધવાળા વસ્ત્રોમાં સજ્જ ધીરજનો દેખાવ જોઈને બધા તેને ગાંડા કે ભિખારી સમજે છે. પાગલના પોશાકમાં ધીરજ CMO ઓફિસની આસપાસ ફરતો જોવા મળે છે. દરરોજ લોકોના ચરણ સ્પર્શ કરીને પૈસા માંગનાર ધીરજ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. વાસ્તવિકતા જાણીને તમે ચોંકી જશો.
ધીરજ ન તો પાગલ છે કે ન તો ભિખારી. તેઓ પ્રયાગરાજ જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સફાઈ કામદાર ચોકીદાર તરીકે કામ કરે છે. તે કરોડપતિ છે. જ્યારે બેંકર્સ ધીરજની શોધમાં રક્તપિત્ત વિભાગમાં પહોંચ્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો. આ પછી હોસ્પિટલ અને વિભાગીય લોકો તેમને ‘કરોડપતિ સફાઈ કામદાર’ કહેવા લાગ્યા છે. ધીરજને આ સંપત્તિ તેના પિતા અને પોતાની મહેનતથી મળી છે.
ધીરજના પિતા સુરેશ ચંદ્ર જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. નોકરી દરમિયાન તેમનું અવસાન થયું. આ પછી, ધીરજને તે જ વિભાગમાં સફાઈ કામદારની પોસ્ટ પર નોકરી મળી. તેઓ ડિસેમ્બર 2012થી અહીં તૈનાત છે. ધીરજ જણાવે છે કે, તેમના પિતા પણ ક્યારેય તેમનો પગાર ખાતામાંથી ઉપાડતા ન હતા.
પિતાની જેમ તે પણ રસ્તા પર ચાલતા લોકો, વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી પૈસા માંગતો રહે છે. તેમાં મળેલા પૈસાથી તે પોતાનું કામ ચલાવે છે. આ સિવાય માતાને પેન્શન પણ મળે છે. એટલું જ નહીં, તે સરકારને આવકવેરો પણ ચૂકવે છે.
બે દિવસ પહેલા બેંકના કેટલાક અધિકારીઓ રક્તપિત્ત વિભાગમાં પહોંચ્યા હતા. ઘણી શોધખોળ પછી ધીરજ સામે આવ્યો. બેંક અધિકારીઓએ તેને બેંક સાથે લેણ-દેણ કરવા કહ્યું. આના પર તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી કે તે પૈસા ઉપાડશે નહીં. કારણ કે તેને પૈસાની જરૂર નથી. જો કોઈ તેનો ફોટો લેવાની કોશિશ કરે તો તે ગુસ્સે થઈ જાય છે.
ધીરજ તેની માતા અને એક બહેન સાથે TB સપ્રુ હોસ્પિટલ કેમ્પસમાં રહે છે. લગ્નની વાત કરતાં તે ત્યાંથી ભાગી જાય છે. તેને ડર છે કે કોઈ તેના પૈસા લઈ જશે. રક્તપિત્ત વિભાગના સ્ટાફ નિખિલ ખત્રીનું કહેવું છે કે, ધીરજ મનથી થોડો નબળો છે, પરંતુ તે પોતાની ફરજ પૂરી મહેનતથી કરે છે. ખાસ વાત એ છે કે, તે ક્યારેય રજા પણ લેતા નથી. સ્ટાફના રાજમણિ યાદવનું કહેવું છે કે, ધીરજ અમારી સાથે 2012થી સફાઈ કામદારની પોસ્ટ પર કામ કરે છે.
રાજમણિ યાદવે જણાવ્યું કે, ધીરજ થોડા વર્ષો પહેલા બેંકમાં ગયો હતો. તેણે પોતાનો એકાઉન્ટ નંબર જણાવ્યો, તો પહેલા બેંક કર્મચારીને લાગ્યું કે, આ ભિખારી ક્યાંથી આવ્યો? પરંતુ, એકાઉન્ટ ચેક કરતાં બેંક કર્મચારી ધીરજને ઉપરથી નીચે સુધી જોતો રહ્યો. 50 લાખથી વધુનું બેલેન્સ જોઈને બેન્કર્સ પણ વિચારવા મજબૂર બન્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.