હાલમાં મુંબઈ(Mumbai) બાદ ગુજરાત(Gujarat)માં પણ નવા XE વેરિઅન્ટનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર(Gandhinagar) નેશનલ લો યુનિવર્સિટી(National Law University)માં એકસાથે કોરોના(Corona)ના 33 કેસ નોંધાયા છે. હવે અધિક મુખ્ય સચિવ આરોગ્ય મનોજ અગ્રવાલે(Manoj Agarwal) કોરોનાને લઈને પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી છે. મનોજ અગ્રવાલે સૂચના આપી છે કે, ગુજરાતમાં હજુ પણ માસ્ક પહેરવાનો નિયમ છે. સોશિયલ ડીસ્ટંટીંગ(Social distanting)નો નિયમ પણ છે.
કોરોનાના સંક્રમણ અંગે મનોજ અગ્રવાલે કહ્યું કે, પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં મહાનગરપાલિકા માર્ગદર્શિકા મુજબ કામ કરી રહી છે. વિદ્યાર્થીઓમાં કોરોનાના કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. લક્ષણોની જાણ આરોગ્ય વિભાગને કરવામાં આવી છે. અન્ય યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓના વડાઓના સંપર્કમાં છે. તમામ પ્રોટોકોલ પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્ટાફ અથવા વિદ્યાર્થીઓ તરત જ કોઈમાં લક્ષણો દેખાય તો જાણ કરે છે. શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. મનોજ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં બહારથી આવેલા બાળકો પોઝિટિવ આવ્યા છે.
નોંધનીય છે કે, ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. આજે વધુ 18 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ 167 વિદ્યાર્થીઓના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે 15 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વધુ 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 33 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કેસમાં 150 ટકાનો વધારો થયો છે.
મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, XE વેરિઅન્ટની સંક્રમણ ક્ષમતા ઓમિક્રોન કરતા વધારે છે. XE સંસ્કરણમાં હોસ્પિટલમાં દાખલ થવું એ ઓમિક્રોન જેવું જ છે. સંક્રમણ કાર્યક્ષમતા ઓમીક્રોન કરતા 10 ગણી છે. ભારત સરકાર દ્વારા XE વેરિઅન્ટ પર નજર રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. ભારત સરકાર માર્ગદર્શન આપતી રહેશે.
આ ઉપરાંત રસીકરણ અંગે અગ્રવાલે જણાવ્યું હતું કે, 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો બુસ્ટર ડોઝ લઈ શકે છે. 18 થી 60 વર્ષની વયજૂથના નાગરિકો ખાનગી કેન્દ્રો પર બુસ્ટર ડોઝ મેળવી શકશે. બૂસ્ટર ડોઝની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી. તમારે પહેલા જેવી જ રસી લેવી પડશે. અગાઉથી બુકિંગ કરાવ્યા બાદ રસી મેળવી શકાય છે.
કોરોનાના નવા વેરિઅન્ટ XEનો પહેલો કેસ બુધવારે મુંબઈમાં જોવા મળ્યો હતો. ત્યારે હવે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે દ્વારા એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, કોરોના XEના નવા વેરિઅન્ટના શંકાસ્પદ દર્દીની હાલત ઠીક છે તેના સંપર્કમાં આવતા લોકો કોરોનાને લઈને નેગેટિવ છે. સેમ્પલને પરીક્ષણ માટે NIBMGને મોકલવામાં આવ્યા છે. હું લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.