આ કંપની પોતાની કાર પર આપી રહી છે 34000 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, જલ્દી કરો નહિતર ચુકી જશો આ ઓફરનો લાભ

શું તમે પણ 5 લાખથી ઓછી કિંમતમાં એક સારી, સસ્તી અને ટકાઉ CNG મોટરકાર ખરીદવા ઈચ્છો છો તો આ મહિનો તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. વાસ્તવિકમાં જ દેશની સૌથી મોટી મોટરકાર કંપની મારૂતિ સુઝુકી પોતાની Altoના CNG મોડલ પર ખુબ જ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે.

તમને જણાવી દઈએ કે અમે તમને મારૂતિ સુઝુકીની અલ્ટો કાર પર ભારી માત્રામાં ડિસ્કાઉન્ટ વિશે કહેવા જઈ રહ્યા છીએ. સાથે સાથે અમે તમને તેમની કિંમત અને માઈલેજ વિશે પણ જણાવીશું અને તેમની સાથે અમે તમને તેમના પાવરફુલ એન્જીન વિશે પણ જણાવીશું.

જાણો શું છે ઓફર?:
જો તમે પણ આ જુન મહિનામાં Maruti Suzuki Altoનું CNG મોડલ ખરીદવા માંગો છો. તો તેમના માટે તમને કુલ કુલ 34,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. વાસ્તવિકમાં આ Maruti Suzuki કંપની પોતાની લોકપ્રિય હેચબેકના સીએનજી મોડલ પર 15,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આની સાથે જો કોઈને જૂની કાર એક્સચેન્જ કરવાની હોય તો અને તેમના બદલામાં Altoના CNG મોડલ ખરીદવાનું હોય તો તેવા ગ્રાહકોને કંપની 15,000 રૂપિયા સુધીની છૂટ આપે છે અને કોર્પોરેટ અધિકારીઓ આ Maruti Suzuki Altoનું CNG મોડલ પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

કેટલા વેરિએન્ટ્સમાં આવે છે આ મોડલ ? 
ભારતમાં Maruti Suzuki Altoનું CNG મોડલ બે જુદા જુદા વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. જેમાં LXi વેરિએન્ટ્ અને LXi(O) વેરિએન્ટ્નો સમાવેશ થાય છે.

કેટલું પાવરફૂલ છે આ મોડલ ?
Maruti Suzuki Altoનું CNG મોડલમાં તેમના પાવર માટે 796 સીસીના ત્રણ સિલિન્ડર વાળું પેટ્રોલ એન્જીન પણ આપવામાં આવે છે. આ મોડલનું એન્જીન 48bhpની મેક્સિમમ પાવર અને 69Nmનું પીક ટોર્ક ઉત્પન કરે છે. આ મોડલનું એન્જીન 5-મેનુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ અને તૈયાર થયેલું છે.

કેટલી આપે છે એવરેજ આ મોડલ  ? 
Maruti Suzuki Altoનું CNG મોડલ પ્રતિ લીટરે 31.59 કિલોમીટરની શાનદાર એવરેજ પણ આપે છે.

શું છે કિંમત આ મોડલની? 
એક્સ શોરૂમમાં  Maruti Suzuki Altoના CNG મોડલની શરૂઆતી કિંમત 4.56 લાખ રૂપિયા છે. જેમાં તેના ટોપ એન્ડ વેરિએન્ટ પર તેમની કિંમત 4.61 લાખ રૂપિયા સુધી પહોચી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *