આ કંપની વેચી રહી છે સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત જાણી કેહશો ના હોય હવે!

Asusએ ભારતમાં ત્રણ સ્માર્ટફોનની કિંમત ઓછી કરી છે. પોપ્યુલર Asus ZenFone Max Pro M1 એટલે કે Asus Max Pro M1માં 500 રૂપિયા ઓછા કર્યા છે. તેનો ઘટાડો બધા વેરિએન્ટ્સમા કરવામાં આવ્યો છે. એવામાં તેની શરૂઆતની કિંમત 7,499 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે Asus Max M2ની કિંમતમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એવામાં ગ્રાહકો તેને હવે 7,499 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકશે.

છેલ્લે Asus Max M1ની વાત કરીએ તો તેની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે તેને ભારતમાં 5,999 રૂપિયામાં ખરીદી શકો છો. Asus Max Pro M1, Asus Max M2 અને Asus Max M1ની નવી કિંમતોમાં ફિલ્પકાર્ટ પરથી ખરીદી શકશો. Asus Max Pro M1થી શરૂ કરીએ તો તેના 3GB+32GB વેરિએન્ટની કિંમત પ્રાઈસ કટ પછી 7,499 રૂપિયા થઈ ગઈ છે.

આ રીતે 4GB+64GB વેરિએન્ટની કિંમત 8,499 રૂપિયા અને ટોપ એન્ડ 6GB + 64GB વેરિએન્ટને ફ્લિપકાર્ટ પર 11,499 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવી છે. Asus Max M2ની વાત કરીએ તો તેના બંને વેરિએન્ટ્સમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે તેના 3GB+32GB વેરિએન્ટને ગ્રાહક 7,499 રૂપિયામાં ખરીદી શકે છે. ત્યારે 4GB + 64GB વેરિએન્ટના ગ્રાહકોને ફ્લિપકાર્ટ પર 8,999 રૂપિયા ચૂકવવાના રહેશે.

છેલ્લે Asus Max M1ની વાત કરીએ તો તેમાં 1,000 રૂપિયાનો વધારે ઘટાડો કરવામાં આવ્યો છે. એવામાં તેના 3GB+32GB વેરિએન્ટને 5,999 રૂપિયામાં ખરીદી શકો છો. કંપનીએ કહ્યું છે કે નવી કિંમતોમાં Asus Max Pro M1, Asus Max M2 અને Asus Max M1ને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો, પરંતુ ઓફલાઈન સ્ટોર્સ પર નવી કિંમતોને લઈ કંપનીને કંઈ નહીં મળે. આ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવાથી એવું લાગી રહ્યું છે કે કંપની લાઈનઅપને તૈયાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *