પંજાબ નેશનલ બેંકમાં કરોડોનો ગોટાળો કરી દેશ છોડી ભાગી ગયેલા હીરા વેપારી નીરવ મોદીના પાર્ટનર અને મામા મેહુલ ચોકસી ની મુશ્કેલીઓ વધવાની છે. ભારતના દબાણમાં એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસી ની નાગરિકતા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
એન્ટિગુઆ ના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે મેહુલ ચોકસી ની નાગરિકતા રદ કરી દેવામાં આવશે. તેને ભારત પરત મોકલવામાં આવશે. અમે કોઈપણ અપરાધીને અમારા દેશમાં સુરક્ષિત ઠેકાણું નહીં આપીએ.
અમે કોઈપણ અપરાધીને પોતાના દેશમાં સુરક્ષિત ઠેકાણું નહીં આપીએ-એન્ટીગુઆ.
બીજી તરફ પંજાબ નેશનલ બેંક ગોટાળાના આરોપી મેહુલ ચોકસી પર મુંબઇ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે ચોકસીને કહ્યું છે કે તેઓ સ્વાસ્થ્ય સંબંધી તપાસ ના પેપર મુંબઈના સરકારી હોસ્પિટલોને મોકલે. કોર્ટે કહ્યું છે કે હોસ્પિટલના મુખ્ય કાર્ડીઓલોજીસ્ટ રિપોર્ટનો અભ્યાસ કરે અને એનાલિસિસ કર્યા બાદ કોર્ટને જણાવશે કે તે ભારતનો પ્રવાસ કરવા માટે સક્ષમ છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.