સોમનાથ (Somnath) મંદિરે લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવ્યા હોઈ છે. સોમનાથ મંદિર પાસે આવેલી ચા ની લારી પાસે એક દંપતી ઉભા હતા અને ત્યારે ઢોરે તે દંપતીને ઢીકે ચડાવી અડફેટે લઈ પાંચેક ફુટ સુધી ઢસડયા હતા. આ ઘટનામાં પ્રવાસી મહિલાને ઈજા થઇ છે. ઈજાગ્રસ્ત મહિલાને એમ્બ્યુલન્સ મારફતે સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે લઈજવામાં આવી હતી. આ આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેસ થઇ છે.
આ ઘટના સોમનાથ મંદિર પાસે પહેલી વાર નથી સર્જાય. અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવે છે. યાત્રાધામ સોમનાથ મંદિર પરીસર આસપાસ ખુટીયાઓનો ત્રાસ કાયમી જોવા મળે છે. ખુટીયાઓએ અનેક પ્રવાસીઓને ઢીકે ચડાવ્યાં છે. અનેક વાર આ ઘટના બની હોવા છતાંય તંત્ર ઠોસ કાર્યવાહી કરી નથી અને તેથી પ્રવાસીઓ અને ત્યાના સ્થાનીક લોકો રોષે ભરાયા છે.
યાત્રાધામ સોમનાથ મંદિરએ જે પ્રથમ જ્યોતિલિંગ છે ત્યાં દરરોજ દેશ-વિદેશથી લોકો દર્શન માટે આવે છે. મંદિર પરીસરની આસપાસના રસ્તા ઉપર પડ્યા પાથર્યા રહેતા રખડતા ઢોરો અને ખુટીયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધરો રહે છે. ગઈકાલે બોપરે સોમનાથ મંદિર નજીક આવેલી એક ચા ની લારી પાસે એક બહારગામના પ્રવાસી દંપતી ઉભા હતા. ત્યારે રસ્તા ઉપર બે ઢોરો લડાઈ કરી રહ્યા હતા અને અચાનક ધસીએ આવીને દંપતીને ઢીકે ચડાવ્યાં હતા.
આ સમગ્ર ઘટનામાં મહિલાને પાંચેક ફુટ સુધી ઢસડીને ઉલાળવમ આવી હતી અને પુરૂષ બાજુની તરફ પડી ગયા હતા. ત્યાર બાદ આસપાસના લોકોએ દંપતીને ઉભું કરીને બેસાડ્યા હતા. મહિલાને ઈજા થઇ હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે લઈજવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના ચા ની લારીએ લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. આપણે વીડિયોમાં જોઈ શકયે છીએ કે, 2 સેકન્ડમાં આરામથી ઉભેલા દંપતીને અચાનક બાખડતા આવેલા બે ખુટીયાઓ ઉલાળે છે. સોમનાથ મંદિર આસપાસ ઢોરોનો ત્રાસ કાયમી માટે દુર થાય તે માટે ખાસ મુહિમ ચલાવવી જોઈએ તેવી લાગણી અને માંગણી લોકોએ વ્યક્ત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.