દુનિયાના અંતના ગણતરીના કલાકો બાકી? આ તારીખે સર્જાશે દુનિયામાં ખતરનાક વિનાશ: NASA

શું ખરેખર દુનિયાને બચાવવા માટે આપણી પાસે ફક્ત એક મહિના જેટલો જ સમય રહ્યો છે? વર્ષ 2020 સાથે એક નવા દશકની શરૂઆત થઈ ગઈ છે. નવી શરૂઆતને વધાવતા લોકોને હજી ખબર નહિં હોય કે આ એ જ વર્ષને આંગણે આપણે સૌ આવીને ઉભા છીએ જે વર્ષમાં દુનિયાનો અંત થવાની ભવિષ્યવાણી લખાયેલી છે. હકીકતમાં દુનિયા પર હવે મહાવિનાશની ઘંટી વાગવા માંડી છે. જે દુનિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની છે. NASAએ પોતે એ વાતની પુષ્ટિ કરી છે કે આવનારી 29 એપ્રિલના રોજ દુનિયા બદલાઈ શકે છે. તેને લઇને વૈજ્ઞાનિકોમાં મોટો ફફડાટ જોવા મળી રહ્યો છે.

જીહા, એપ્રિલમાં અંતરિક્ષમાંથી એક Asteroid પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ Asteroid ની ઝડપ 31 હજાર કિમી/કલાક ગણાવવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ Asteroid હિમાલય જેટલો મોટો હોવાનું કહેવાય છે. NASAએ આ Asteroid ધરતીની ખુબ જ નજીકથી પસાર થાય તે વાતની પુષ્ટિ કરી છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે જો આ Asteroid ધરતી સાથે ટકરાય તો મહાવિનાશ થશે. બની શકે કે દુનિયામાંથી સમગ્ર માનવસભ્યતાનો જ અંત થઈ જાય.

અબજો પહેલા થયો હતો મહાવિનાશ

અબજો પહેલા જ્યારે Asteroid ધરતી સાથે ટકરાયો હતો ત્યારે ડાયનાસોર યુગનો અંત થયો હતો. 6.6 કરોડ વર્ષ અગાઉ જે એસ્ટેરોઈડના ધરતી સાથે ટકરાવવાથી ડાઈનાસોર ખતમ થઈ ગયા હતાં તેની ઝડપ 40 હજાર માઈલ પ્રતિ કલાક હતી. તે સમયે એસ્ટેરોઈડની ટક્કર એટલી જબરદસ્ત હતી કે તેનાથી ધરતી પરનું જીવન ત્રણવાર ખત્મ થઇ શકત. 2020માં પણ આવો જ ડર આવી જ દહેશત ફરી એકવાર દુનિયા પર મંડરાવવા લાગી છે. મોટા મોટા વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડી ગઈ છે. સુપરપાવર અમેરિકા સુદ્ધા ગભરાયેલુ છે. કારણ કે NASAએ  પુષ્ટિ કરી છે કે આવો જ એક વિશાળ Asteroid એકવાર ફરીથી ધરતીની ખુબ નજીકથી પસાર થવાનો છે. દુનિયા બદલી નાખનારી આ તારીખ 29 એપ્રિલ હોઈ શકે છે.

NASAનું કહેવું માનીએ તો, હાલ જો કે ચિંતાની વાત નથી. પરંતુ અનેક વૈજ્ઞાનિકો આમ છતાં આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે, જો તેના ટાઈમિંગમાં થોડી સેકન્ડનો પણ ફેરફાર થયો તો આ Asteroid ધરતી સાથે ટકરાઈ શકે છે અને ત્યારે શક્ય છે કે ત્યારબાદ ડાઈનાસોરની જેમ સમગ્ર માનવ સભ્યતાનો પણ અંત થઈ જાય.

2020મા પણ આવો જ ડર

2020માં પણ આવો જ ડર આવી જ દહેશત ફરી એકવાર દુનિયા પર મંડરાવવા લાગી છે. મોટા મોટા વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડી ગઈ છે. સુપરપાવર અમેરિકા સુદ્ધા ગભરાયેલુ છે. કારણ કે NASAએ પુષ્ટિ કરી છે કે આવો જ એક વિશાળ Asteroid એકવાર ફરીથી ધરતીની ખૂબ નજીકથી પસાર થવાનો છે. દુનિયા બદલી નાખનારી આ તારીખ 29 એપ્રિલ હોઈ શકે છે.

ધરતી સાથે ટકરાયો હતો તબાહી મચાવનારો Asteroid

સૌથી પહેલા તમને આ Asteroid નું નામ જણાવી દઈએ. જેને 52768 (1998 IR2)નામ આપવામાં આવ્યું છે. તેની ઝડપ 19હજાર માઈલ/કલાક છે. વૈજ્ઞાનિકોનો અંદાજો છે કે આ Asteroid માઉન્ટ એવરેસ્ટ જેટલો વિશાળ હોઈ શકે છે અને ધરતી સાથે ટકરાયો તો તબાહી મચી શકે છે. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ઘટના બનવાની સંભાવના ખૂબ ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *