Viral Video: કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના ભરમસાગર ગામની સરકારી હોસ્પિટલમાં પ્રી-વેડિંગ શૂટના ભાગરૂપે એક વ્યક્તિનું નકલી ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ વીડિયો લીક થયો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વીડિયો વાયરલ(Viral Video) થયા બાદ ડોક્ટર દંપતીની વ્યાપક ટીકા થઈ હતી.
સરકારી હોસ્પિટલમાં પોસ્ટેડ
ડો.અભિષેક ડોક્ટર સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા. તેઓ ભરમસાગર સરકારી હોસ્પિટલમાં પોસ્ટેડ હતા. ડૉ. અભિષેકે તેમનું પ્રી-વેડિંગ ફોટો શૂટ હોસ્પિટલના ઑપરેશન થિયેટરની અંદર કરાવ્યું હતું.ટૂંક સમયમાં જ જિલ્લા કલેક્ટર ટી વેંકટેશને આ વિશે જાણ થઈ, જેમણે ડૉ. અભિષેકને નોકરીમાંથી કાઢી નાખવાનો આદેશ જારી કર્યો. તે હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડોક્ટર તરીકે કામ કરતો હતો અને વાંધાજનક વર્તન અને ફરજમાં બેદરકારીના કારણે તેને તાત્કાલિક સેવામાંથી કાઢી નાખવામાં આવ્યો છે.
નકલી દર્દી પર સર્જરી કરી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક ડૉક્ટર દર્દીની સર્જરી કરતા જોઈ શકાય છે. વીડિયોના અંતમાં, દર્દી તરીકે જે વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ઓપરેશન પછી બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં કેમેરા અને લાઇટની સાથે લોકો ઓપરેશન થિયેટરમાં પ્રી-વેડિંગ શૂટ માટે હાજર જોવા મળે છે.
ઓપરેશન થિયેટર થોડા મહિનાઓથી બંધ હતું
આ ઘટના અંગે ચિત્રદુર્ગના ડીએચઓ ડો. રેણુ પ્રસાદે જણાવ્યું કે, એનએચએમમાં કોન્ટ્રાક્ટના આધારે મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયેલા સંબંધિત ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેણે કહ્યું કે ઓપરેશન થિયેટર થોડા મહિનાઓથી બંધ હતું. પરંતુ ડોક્ટરે એ જ થિયેટરમાં પ્રી-વેડિંગ શૂટ કર્યું હતું. ઓટીનો દુરુપયોગ થયો છે. અમે ભરમસાગર હોસ્પિટલના મેડિકલ ઓફિસરને નોટિસ આપી છે. અમે તપાસ કરીશું અને યોગ્ય પગલાં લઈશું.
Karnataka doctor does fake surgery for a pre-wedding shoot inside Operation Theatre of a govt hospital, fired after video went viral pic.twitter.com/3JBcOIMAmj
— The Whatup (@TheWhatup) February 10, 2024
પીટીઆઈ અનુસાર, કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે ચિત્રદુર્ગની ભરમસાગર સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં લગ્ન પહેલાનો ફોટો શૂટ કરાવનાર ડૉક્ટરને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં આવી ગેરવર્તણૂક ન થાય તે માટે મેં સંબંધિત ડોક્ટરો અને સ્ટાફને સાવચેત રહેવા સૂચના આપી દીધી છે. મંત્રીએ કહ્યું કે દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે સરકાર સામાન્ય લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આવી તબીબી સુવિધાઓ પૂરી પાડે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube