વફાદારી હોય તો કુતરા જેવી! દરિયામાં ડૂબી રહેલી બાળકીનો બચાવી લીધો જીવ- જુઓ હૃદયસ્પર્શી વિડીયો

ઈન્ટરનેટની દુનિયામાં અવાર નવાર કેટલાય કુતરાઓના વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતા હોય છે. જેમાં અમુક વિડીયોમાં પ્રાણીઓ સાથે સળી કરવામાં આવતી હોય તેવા…

ઈન્ટરનેટની દુનિયામાં અવાર નવાર કેટલાય કુતરાઓના વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતા હોય છે. જેમાં અમુક વિડીયોમાં પ્રાણીઓ સાથે સળી કરવામાં આવતી હોય તેવા હોય છે તો અમુક વિડીયો એવા હોય છે જેમાં પ્રાણી અને માનવી પ્રત્યેનો પ્રેમ આપણા સૌનું દિલ જીતી લે છે. ત્યારે હાલમાં જ એક આવો વિડીયો સોશિયલ મીડિયા(Viral video) પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કુતરો પોતાની વફાદારી દેખાડી રહ્યો છે. આ વિડીયોને જોઇને તમે પણ કુતરાના વખાણ કરતા નહી થાકો.

મનુષ્યોની સૌથી નજીક કૂતરા છે. કુતરાઓ આપણા શ્રેષ્ઠ મિત્રો છે. કુતરાઓ આપણી સાથે આપણા ઘરમાં પણ રહે છે. આપણે સૌ સોશિયલ મીડિયા માધ્યમથી  ઘણીવાર કૂતરાઓના વીડિયો જોઈએ છીએ અને અન્ય લોકોને શેર કરીએ છીએ. ત્યારે હાલમાં જ એક આવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક કૂતરાએ બહાદુરીથી માલિકની પુત્રીને પાણીમાંથી બચાવી અને સાબિત કર્યું કે તેઓ ખરેખર વફાદાર છે. આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ કૂતરાના વખાણ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક નાની છોકરી દરિયા કિનારે રમી રહી છે, ત્યારે જ એક કૂતરો ત્યાં ઉભો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે, દરિયાનું મોજું ખૂબ જ ઝડપથી આવે છે અને બાળકને ભીંજવે છે. આ જોયા પછી, કૂતરાને લાગે છે કે બાળકી સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં, તે નક્કી કરે છે કે બાળકને પાણીમાંથી બહાર કાઢવું જોઈએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ કૂતરો પોતાના મોઢા વડે બાળકીને બચાવે છે અને બહારની તરફ ખેંચે છે અને બાળકીને દરિયા કિનારે પહોંચાડે છે.

આ વીડિયો ટ્વિટર પર હેન્ડલ @buitengebieden_ સાથે શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં એક સરસ કેપ્શન લખવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે- ‘નેની ડોગ. જો જોવામાં આવે તો આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. તે જ સમયે, 20 હજારથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. દરેક વ્યક્તિને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે. સાથે અન્ય કેટલાય લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *