ઈલેક્ટ્રીક મોબિલિટી સ્ટાર્ટઅપ ટુશે ભારતીય બજારમાં નવી ઈલેક્ટ્રીક સાઇકલ લોન્ચ કરી છે.ટુશે એ ભારતમાં તેની નવી જનરેશનની હિલિયો H100 ઇલેક્ટ્રીક સાયકલ લોન્ચ કરી છે જેની કિંમત માત્ર 48900 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર એકવાર ઈલેક્ટ્રીક સાઇકલ ની બેટરી ફૂલ ચાર્જ થયા પછી તે 60 થી 80 કિલોમીટર સુધી ચાલી શકે છે.જો આ ઈલેક્ટ્રીક સાઇકલ ની બેટરી લો થઈ જાય તો તમે પેડલિંગ દ્વારા પણ તેને ચલાવી શકો છો.
કંપનીના જણાવ્યા મુજબ આ ઇલેક્ટ્રીક સાયકલ માં લો આયન બેટરી અને 250 વોટ ની રીયર હબ મોટર છે. ઇલેક્ટ્રિક મોડ સિવાય, આ સાયકલને સામાન્ય પેડલ અથવા પેડલ અસિસ્ટ મોડ પર ચલાવવાનો ઓપ્શન પણ છે. ઇ સાયકલ ની હાઇ સ્પીડ પ્રતિ કલાક 25 કિલોમીટર હિલીયો H100 ઈલેક્ટ્રીક સાઈકલ સ્પ્રિંગ ગ્રીન અને વ્હાઈટ માં ઉપલબ્ધ છે.તેની ફ્રેમ સાઇઝ 19 ઇંચ છે.તમે આ સાયકલને 2334 ના EMI પર પણ મેળવી શકો છો. આ સાયકલ ની હાઈ સ્પીડ પ્રતિ કલાક 25 કિલોમીટર છે.
ટુશે લેકિટ્રક ના CEO અને સ્થાપક,રધુ કેરાકટ્ટીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ ઇ બાઇકની માંગ માં વધારો થયો છે.આ માંગ ને ધ્યાનમાં રાખીને, કંપની ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે, અન્ય મોડલ હીલિયો M100,M200 અને H200 ના સાથે લેટેસ્ટ ઇ બાઇક ની બુંકિંગ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.