સાઉથની આ ફેમસ અભિનેત્રીએ ચુપચાપ કરી લીધા લગ્ન, તસ્વીરો જોઈ ભાન ભૂલ્યા ચાહકો

સાઉથ અભિનેત્રી મહાલક્ષ્મીએ જ્યારથી ફિલ્મ નિર્માતા રવિન્દ્રન ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા ત્યારથી તે સતત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રીની દરેક પોસ્ટ પર નજર રાખીને બેઠા છે. સૌથી લોકપ્રિય ટીવી એન્કરે તેની ઘણી પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તે રવિેન્દ્રન સાથે તેના લગ્ન જીવનની શરૂઆત કરીને ખૂબ જ ખુશ છે.

રવિન્દ્રને હાલમાં જ પોતાના સોશિયલ એકાઉન્ટ પર બંનેની એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં  તેણે પોતાના દિલની વાત કરી છે. તેણે તેની પત્નીને લખ્યું, ‘મારી ખુશી એટલા માટે નથી કે હું તને પ્રેમ કરું છું.. તે માત્ર એટલા માટે છે કે તું મારા માટે જીવે છે, ભલે હું તેને વ્યક્ત ન કરી શકું.’ આ પોસ્ટ જોઇને મહાલક્ષ્મી લખે છે, I Love You my Husband…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેની મુલાકાત ફિલ્મ ‘વિદ્યુમ વારાઈ કથિરુ’ દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. લગ્નની તસવીરો શેર કરતાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તમે મારા જીવનમાં છો. તમે મારા જીવનને તમારા પ્રેમથી ભરી દીધું છે. લવ યુ અમ્મુ.’

અભિનેત્રીએ હાલમાં જ તેના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે અભિનેત્રીના આ બીજા લગ્ન છે. અગાઉ તેણીના લગ્ન અનિલ સાથે થયા હતા. તેમનાથી તેમને એક પુત્ર પણ છે. લગ્ન પછી બંને વચ્ચે ઘણો વિવાદ થયો, જેના કારણે અભિનેત્રીએ અલગ થઈ ગયા, પરંતુ હવે તેને રવિન્દ્રમાં એક સોલમેટ મળી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *