હાલ એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં યુવકે પોતાની સરકારી નોકરી(Government Job) છોડી ખેતી(Farming) કરવાનું નાક્કીં કર્યું હતું. જેને પગલે હાલ યુવક કરોડોની કમાણી કરી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, હરીશ ધનદેવે વર્ષ 2012માં પોતાનો એન્જિનિયરિંગ (Engineering)નો અભ્યાસ પૂર્ણ કર્યો, તેના થોડા સમય પછી તેને જુનિયર એન્જિનિયર તરીકે જયપુર મ્યુનિસિપાલિટીમાં સરકારી નોકરી મળી હતી. હરીશનું સપનું MBA કરવાનું હતું, પરંતુ નોકરીને કારણે તે આગળનો અભ્યાસ કરી શક્યો નહીં.
મળતી માહિતી અનુસાર, હરીશ ધનદેવ રાજસ્થાનના જેસલમેરનો રહેવાસી છે અને શિક્ષિત હોવાને કારણે તેનું એક મોટું સપનું હતું. હરીશને સરકારી નોકરી કરતા થોડા મહિના જ થયા હતા કે તેનું મન ત્યાંથી જ ઉડી ગયું. હરીશે કમાણી માટે નવા રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું અને અંતે તેને બિકાનેર કૃષિ યુનિવર્સિટીમાં એક સજ્જન મળ્યો જેણે હરીશને એલોવેરાની ખેતી કરવાનું સૂચન કર્યું.
હરીશ એલોવેરાની ખેતી વિશે વધુ જાણવા માંગતો હતો અને તેથી તે દિલ્હીમાં આયોજિત કૃષિ સેમિનારમાં ગયો, જ્યાં તેણે એલોવેરાની ખેતીની નવી તકનીકો વિશે માહિતી મેળવી. હરીશ એલોવેરાની ખેતી વિશે શક્ય તેટલી વધુ માહિતી એકઠી કરી અને દિલ્હીથી બિકાનેર આવ્યો જ્યાંથી તેણે 25,000 એલોવેરાના છોડ ખરીદ્યા અને પછી તે તમામ છોડ જેસલમેરમાં લાવ્યો.
જ્યારે હરીશ જેસલમેર પહોંચ્યો ત્યારે વિસ્તારના ઘણા ખેડૂતોએ હરીશને કહ્યું કે તેણે અગાઉ પણ એલોવેરાની ખેતી કરવાનું વિચાર્યું હતું, પરંતુ સમસ્યા એ હતી કે જેસલમેરમાં કોઈ એલોવેરા ખરીદતું ન હતું. હરીશને ખબર પડી ગઈ હતી કે માત્ર એલોવેરાની ખેતી કરવાથી કંઈ જ થતું નથી, તેનું માર્કેટિંગ પણ સારી રીતે કરવું પડશે અને તેનો અભ્યાસ અહીં ખૂબ જ ઉપયોગી હતો.
હરીશે ટૂંક સમયમાં ખેતી શરૂ કરી અને જેસલમેરમાં કેટલીક કોસ્મેટિક કંપનીઓનો સંપર્ક કર્યો. જેસલમેરની ઘણી કંપનીઓ હરીશના માર્કેટિંગ અને કૃષિ કૌશલ્યથી પ્રભાવિત થઈ અને આ રીતે હરીશે પોતાના ખેતીના વ્યવસાયનું પહેલું પગલું ભર્યું. હવે હરીશ ઈચ્છતો હતો કે તેની કંપની આખા ભારતમાં ખ્યાતિ મેળવે, તેથી હરીશે એલોવેરાની ખેતી વધુ વધારી અને માર્કેટિંગ માટે ઈન્ટરનેટની મદદ લીધી.
હવે હરીશે ઇન્ટરનેટ પર એલોવેરાના મોટા ખરીદદારો શોધવાનું શરૂ કર્યું અને આ દરમિયાન તેની નજર બાબા રામદેવજીની કંપની પતંજલિની એક જાહેરાત પર પડી. તેમને ખબર પડી કે પતંજલિ ભારતમાં એલોવેરાની સૌથી મોટી ખરીદનાર છે. પછી શું હતું, હરીશ પતંજલિની વેબસાઈટ પર ગયો અને એક ઈમેલ કર્યો જેમાં તેણે પોતાના અને તેની કંપની વિશે જણાવ્યું. થોડા દિવસોમાં હરીશને પણ જવાબ મળી ગયો અને તેને આ બાબતે મળવાનું કહ્યું.
આ અંગે હરીશે જણાવ્યું હતું કે, પતંજલિ સાથે કામ કર્યા પછી તેનો બિઝનેસ ઘણો વધ્યો. હવે હરીશની કંપની નેચરલો એગ્રોમાં ઘણા લોકો કામ કરે છે અને તેને ખુબ જ સારો એવો પગાર પણ મળે છે. હરીશ તેની ખેતીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપે છે અને તેથી જ આજે તે પતંજલિ જેવી બીજી ઘણી કંપનીઓને એલોવેરા સપ્લાય કરે છે. આજે હરીશ ધનદેવ દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે અને આ તેમની મહેનત, સમર્પણ અને પોતાની જાત પરના વિશ્વાસને કારણે જ શક્ય બન્યું છે. હરીશ જેવા લોકો આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.