ખેડૂતોની વાત કરવામાં આવે તો કેટલાક ખેડૂતો ખેતીની સાથે સાથે અન્ય પ્રવૃત્તિ કરતા હોય છે, જેનાથી ખેતીની આવક સાથે અન્ય પણ ઘણો ફાયદો થાય છે. જયારે બનાસકાંઠા જિલ્લાના એક ગામના વૃદ્ધ ખેડૂત ખેતરમાં રહી ખેતીની સાથે ખાટલા બનાવવાનું પણ કામ કરે છે, એક વખત ખેડૂતને કાચની બોટલમાં ખાટલો ભરવાનો વિચાર આવ્યો. આ વિચાર અંગેની પરિવાર સાથે વાત કરતા પરિવારના લોકોએ તેની વાતને મજાક સમજી નકારી કાઢી હતી. ખેડૂતે હિંમત કરી બોટલમાં ખાટલો ભરવાનું શરુ કર્યું અને આખરે તેની મહેનતરંગ લાવી અને તેમાં તે સફળતા પણ મેળવી. ખેડૂતની આ કારીગરી જોઈ લોકો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.
બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો, તે અતિ પછાત જિલ્લા તરીકે ઓળખાય છે. આ જિલ્લાના લોકો પોતાની અંદર રહેલી કળાને બહાર લાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના લોકોમાં કુદરતી રીતે અનોખી શક્તિ હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં રહેતા 50 વર્ષીય પુનમાજી ઈશ્વરજી ઠાકોર પોતાના પરિવાર સાથે રહી ખેતી કરી પરિવારનું ભરણ પોષણ કરે છે.
પુનમાજી ઠાકોર માત્ર ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી કરવાના કામની સાથે તેઓ 10 વર્ષથી ખાટલા ભરવાનું પણ કામ કરે છે. ખેડૂત પુનમાજી ઠાકોર ખાટલામાં વિવિધ પ્રકારની રંગબેરંગી દોરીથી અનેક ડિઝાઇનો બનાવવામાં નિષ્ણાત છે. તેમને એક ખાટલો ભરવામાં બે દિવસ જેટલો સમય લાગે છે.
ખેડૂત પુનમાજી ઠાકોરે એક દિવસ કાચની બોટલમાં લાકડાનો ખાટલો બનાવી ભરવાનો વિચાર્યું. તેમના આવા વિચારને પહેલા પરિવારજનોએ તેમની આવી વાત પર મજાક સમજી નકારી કાઢી હતી. જયારે ખેડૂત પુનમાજી ઈશ્વરજી ઠાકોરે પોતાના પ્રયત્નો ચાલુ રાખી બોટલના ઢાંકણમાં ફક્ત એક આંગળી પ્રવેશ કરી શકે તેવો ખાટલો બનાવ્યો હતો. આખરે પાંચ દિવસની સખત મહેનત કર્યા પછી બોટલમાં ખાટલો બનાવી દીધો હતો અને તેમાં દોરીથી ખાટલો ભરી તેમાં ડિઝાઇન પણ બનાવી દીધી હતી.
ખેડૂત પુનમાજીની બોટલના ઢાંકણ કરતા અનેક ગણો મોટો ખાટલો બનાવ્યો હતો તે બોટલમાં જોઈ અને તેમાં પણ અવનવી ડિઝાઇન તેમાં બનાવેલી જોઈ સૌ કોઈ આશ્ચર્ય ચકિત બની ગયા હતા. તેમજ લોકો પણ વિચારતા થઇ ગયા હતા કે કેવી રીતે બોટલની અંદર ખાટલો બનાવ્યો હશે?, કેવી રીતે તેમાં દોરી બાંધી હશે ? વગેરે પ્રશ્નોના જવાબ સાથે વિચારતા થઇ ગયા હતા. ખેડૂતની આવી કળાને જોઇને લોકો ખેડૂત પુનમાજી ઠાકોરને શાબાશી આપી તેમને બિરદાવી રહ્યા છે.
ખેડૂત પુનમાજી ઠાકોરે જણાવ્યું હતું કે, હું ખેતી કામ કરૂં છું અને છેલ્લા 10 વર્ષથી ખાટલા ભરવાનું કામ કરી પરિવારનું ભરણ પોષણ કરું છુ. એક દિવસ મને વિચાર આવ્યો કે, કાચની બોટલમાં ખાટલો બનાવી તેમાં રંગબેરંગી દોરી બાંધવી છે. તેવો વિચાર આવતાની સાથે જ એક બોટલ લાવી તેમાં ખાટલો બનાવવા માટે વપરાતી લાકડાની વસ્તુઓ તેમાં નાખી.
જેમાં એક તાર વડે કાચની બોટલમાં ખાટલો તૈયાર કર્યો હતો. પછી રંગબેરંગી દોરી બાંધી સખત પાંચ દિવસ કામ કરી કાચની બોટલમાં ખાટલો તૈયાર કર્યો અને તેમાં સફળતા મેળવી. આ કલાને જોઈને લોકો પણ આચાર્ય ચકિત થઇ ગયા હતા સાથે ખુશ થઇ અભિનંદન પણ પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.