વાહ! આ છોકરી થારમાં વહેચાવાં જાય છે પાણીપુરી, લારી પર જોવા મળે છે ભીડ જ ભીડ, જુઓ વિડીયો

B tech panipuri wali: ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં, ‘B.Tech પાણીપુરી વાલી’ યુવતીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં આ મહિલાનું નામ તાપસી ઉપાધ્યાય છે, તે સોશિયલ મીડિયા પર પાણીપુરી વેચતી જોવા મળી રહી છે. ‘B.Tech પાણીપુરી વાલી’ નામની (B tech panipuri wali) સ્ટ્રીટ ફૂડની કાર્ટ ચલાવતા ઉપાધ્યાયે પોતાની મહેનતના બળ પર ઘણી ખ્યાતિ હાંસલ કરી છે. તેનો વીડિયો મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. જેમાં તાપસી મહિન્દ્રા થાર પાછળ લારી બાંધીને પાણીપુરી વેંચતા જોવા મળે છે.

થોડા દિવસ પહેલા નવી થાર ખરીદી
તાજેતરમાં એક મહિલાએ લાલ રંગની થાર કાર ખરીદી છે. હવે તે આ વાહન સાથે તેની પાણીપુરીની લારી બાંધીને પાણીપુરી વેંચતા જોવા મળી રહી છે. ઘણા ફૂડ બ્લોગર્સ આ વીડિયો શેર કરી રહ્યા હતા. જે બાદ તાપસીએ આનંદ મહિન્દ્રાનું ધ્યાન ખેંચ્યું હતું. મહિન્દ્રાએ વીડિયો શેર કરીને કહ્યું હતું કે લોકોએ તેમના સપના વ્યક્ત કરવા જોઈએ. તેઓએ ઑફ-રોડ વાહનો અંગે તેમના મંતવ્યો પણ શેર કરવા જોઈએ.

B.Tech પાણીપુરી
આજના યુવાનો સ્ટાર્ટઅપ તરફ ઘણું ધ્યાન આપી રહ્યા છે. કોઈ પાણીપુરી વેચી રહ્યું છે તો કોઈ ચાની દુકાન ખોલી રહ્યું છે. આ મહિલા B.Tech છે, જેઓ ‘B.Tech પાણીપુરી વાલી’ નામથી પાણીપુરી વેચીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

તાપસીનો થારમાંથી ગાડી ખેંચવાનો વિડિયો મહિન્દ્રા દ્વારા X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો હતો. આનંદ મહિન્દ્રાએ લખ્યું હતું કે તેમની ઑફ-રોડિંગ SUV ઘણા લોકો માટે તેમના સપના સાકાર કરવા અને તેમનું જીવન જીવવા માટે પ્રેરણા બની છે. હવે ભારતમાં યુવાનોનું ધ્યાન બિઝનેસ તરફ વળ્યું છે.

21 વર્ષની ઉંમરે સપનું પૂરું થયું
એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ તાપસીએ તેનું બાળપણનું સપનું પૂરું કર્યું છે. માત્ર 21 વર્ષની ઉંમરે, તેણે રોયલ એનફિલ્ડ બુલેટની પાછળ એક કાર્ટ ખેંચીને પોતાનું કામ શરૂ કર્યું હતું.જો કે હવે નવી થાર ખરીધી છે. જે તેણે પોતાના અંગત પ્રવાસો માટે જ નહીં પરંતુ પોતાના વ્યવસાયિક હિતોને પૂરા કરવા માટે પણ ખરીદી છે.