ગુજરાતના વીર વજેસિંહ પગીને પગમાં વાગી હતી ચાર ચાર ગોળી, તેણે જણાવી યુદ્ધના ખૌફનાક મંજરની કહાની

Kargil Vijay Diwas: આજનો દિવસ આપણા દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે, શૌર્યનો દિવસ છે, વિજય દિવસ છે. ઠીક 21 વર્ષ પહેલા 26 જુલાઈ 1999ના રોજ ભારતીય જવાનોએ કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી અને પાકિસ્તાનને હરાવ્યું હતું. લગભગ 2 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા. આજે દેશ અમર જવાનોની શહીદીને નમન કરે છે, તેમની શૌર્ય ગાથાના ગુણગાન કરી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચાંપેલી ટીંબાના મુવાડા(Kargil Vijay Diwas) ગામના વતની પગી વજેસિંહ અમરાભાઇ જેઓ એ પોતાની 23 વર્ષની ઉંમરે આર્મીમાં પોતાની સેવા આપી હતી તે દરમિયાન કારગીલ યુદ્ધમાં જિલ્લાના વજેસિંહ અમરાભાઇ પગી પોતાની દેશભાવના પ્રબળ બનાવી યુદ્ધમાં સહભાગી થયા હતા.

વજેસિંહ યુધ્ધના સાક્ષી રહ્યા
કારગિલ યુદ્ધ 3 મે 1999 ના રોજ પાકિસ્તાન સાથે થયું હતું જેમાં 26 જુલાઈ 1999 ના રોજ સંઘર્ષ સમાપ્ત થતા આજના દિવસે કારગીલ વિજય દિવસ દેશના વીર કારગીલ યુઘ્ધમાં સહિદ થયેલા જવાનો ને યાદ કરાય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચાંપેલી ટીંબાના મુવાડા ગામના વતની પગી વજેસિંહ અમરાભાઇ જેઓ એ પોતાની 23 વર્ષની ઉંમરે આર્મીમાં પોતાની સેવા આપી હતી.

તે દરમિયાન કારગીલ યુદ્ધમાં જિલ્લાના વજેસિંહ અમરાભાઇ પગી પોતાની દેશભાવના પ્રબળ બનાવી યુદ્ધમાં સહભાગી થયા હતા. તેઓએ તે યુદ્ધના સાક્ષી રહ્યા છે. તેમની બટાલીયનમાં 20થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે લડાઈમાં પાકિસ્તાનની ગોળી વાગતા તેમનો જમણો પગ નિષ્ક્રિય થયો હતો. ત્યારે તેઓએ કારગીલ યુદ્ધમાં ઉમદા સિંહ ફળો આપી જિલ્લા સહિત દેશનું નામ રોશન કરી અનેકો મેડલ મેળવ્યા છે.

હજુ પણ વજેસિંહ તે ઘટનાને નથી ભૂલ્યા
દેશ તરફ્થી કારગીલ યુદ્ધમાં ઓપરેશન વિજય મેડલ સહિત કુલ સાત જેટલા મેડલો મેળવી અંતરિયાળ વિસ્તાર ટીંબાના મુવાડા ગામનું નામ રોશન કર્યું છે. જ્યારે તેઓ યુદ્ધ કરતા હતા. તે સમયે તેમના બાટાલિયનના ભલાભાઇની ગોળીઓ ખલાસ થતાં તેઓ દ્વારા પાકિસ્તાનના જવાનો ઉપર હેન્ડ ગ્રેનેટ ખોલી બાથભીડી હતી પરંતુ તે હેન્ડ ગ્રેનેટ ન ખુલતા પાકિસ્તાનના જવાનો દ્વારા તેમનું શરીર ગોળીઓથી છલ્લી છલ્લી કરી નાખ્યું હતું તેમની બોડી 12 દિવસ બાદ ત્યાંથી લાવવામાં આવી હતી. ત્યારે એવી કેટલીય ઘટનાઓ જે આજે પણ વજેસિંહના મગજને વિચલિત કરી રહી છે.

માઇનસ ડિગ્રીમાં બતાવી હિમ્મત
વજેસિંહની પસંદગી કારગીલ યુદ્ધ માટે થઈ ત્યારે માઇનસ ડિગ્રીમાં ઊંચા હિલ ઉપર અને દેશના એક યુદ્ધમાં લડવાની જે તક મળી તે તકને તેઓએ હિંમત પૂર્વક દેશ માટે લડી અનેક પાકિસ્તાની સૈનિક ને ધૂળ ચખાડી હતી. જોશ અને જુસ્સા સાથે તેઓ દેશ માટે લડયા પણ તે સમયે જ્યારે કારગીલ યુદ્ધમાં જવાનું થયું ત્યારે ઘર પરિવારને પણ ખબર નહોતી કે તેઓ યુદ્ધમાં ગયા છે. જ્યારે 20 દિવસના યુદ્ધમાં તેઓને ગોળી વાગતા પરિવારને ખબર પડી ત્યારે તેમનો પરિવાર એક સમયે દુઃખી પણ હતો. વજેસિંહના પરિવારમાં તેમના ઘરડા માતા પિતા પત્ની સહિત એક પુત્ર અને બે પૌત્રો છે જ્યારે તેઓ એ તેમના કાર્યકાળ દરમિયાન કારગીલ યુદ્ધની તેમના પૌત્રો ને વાત સંભળાવે છે.