કબજિયાત રોગને બધા જ રોગનું મૂળ ગણવામાં આવે છે. કબજિયાત રોગમાં પેટમાં આંતરડા માં જૂનો મળ ફસાઈ રહે છે.સંડાશ લાગતી નથી અને વારંવાર સંડાશ જવાની ઈચ્છા થાય છે પરંતુ મળ બહાર નીકળી શકાતું નથી જેને આપણે સાદી ભાષામાં બાદી કહીએ છીએ. આતરડાની સફાઈ કરવાથી આ બાદી ની સમસ્યા મટાડી શકાય છે.
જેમાં આંતરડાને સાફ કરવા માટે ઘરેલુ ઉપચાર કરવામાં આવે તો ખૂબ જ ફાયદો રહે છે. આંતરડા સાફ થઈ જાય છે જેના લીધે જૂનો કચરો પણ બહાર નીકળે છે.જેના લીધે આ રોગોને અટકાવી શકાય છે.
એક નુસખો છે જે અઠવાડિયામાં એક જ વખત કરવાનો છે.કબજિયાત 90 ટકા વાયુના કારણે થાય છે. પિત્તનું સ્થાન આપણી હોજરીમાં અને વાયુનું સ્થાન આપણા આંતરડામાં છે.જયારે જયારે વાયુ પોતાના સ્થાન પરથી ચલિત થઈને પિત થઈ જાય છે ત્યારે મોટા આંતરડામાં રહેલા મળમાં રહેલા પાણીને આ પિત્ત સૂકવી નાખે છે આને પરિણામે આંતરડામાં રહેલો મળ પથ્થર જેવો થઈ જાય છે જે ખૂબ જ કઠણ થઈ જાય છે.
આજના સમયે લોકો કબજીયાતથી પીડાતા હોય છે. વર્ષોથી ધીમે ધીમે આંતરડાની દીવાલો પર જૂનો મળ જમા થાય છે અને જેનાથી આપણા આંતરડા નબળા પડી જાય છે.આંતરડામાં જૂનો કચરો વર્ષોથી ફસાયેલો હોય,દીવાલો અને છીદ્રો બ્લોક થઇ ગયેલા હોય તેના માટે આપણે આયુર્વેદિક થી કચરો સાફ કરી શકીએ છીએ.
આ માટે ગરમ દૂધ લેવાનું છે, બની શકે તો દૂધમાંથી મલાઈ કાઢી લેવી. ફ્રિજમાં મૂકવાનું અને મલાઈ કાઢી લેવાની છે. મલાઈ વગરનું ગરમ કરેલું 1 કફ દૂધ એટલે કે અડધા ગ્લાસ જેટલું દૂધ લેવાનું અને આ દૂધમાં શુદ્ધ એરંડિયું લઈને તેની 1 ચમચી ગરમ કરેલા દૂધમાં નાખવી.
સવારે એરંડીયુ નાખેલા ગરમ કરેલા દૂધને સવારે ખાલી પેટ પી જવું. માત્ર 30 મિનિટની અંદર જ તેનો જુલાબ આવશે. આવા ચારથી પાંચ જુલાબ થશે તેના લીધે કચરો ધીમે ધીમે બહાર નીકળી જશે. જેમાં દીવાલો પર ચોંટેલો કચરો પણ ખેંચાઈ ખેંચાઈને બહાર નીકળશે.
આ પ્રયોગ માત્ર અઠવાડિયા માં બે વખત જ કરવો. આ પ્રયોગમાં ઝાડા ખૂબ જ લાગે છે માટે અઠવાડિયામાં રજાના દિવસે જ કરવો.જે લોકો દૂધ નથી પિતા જેમના માટે પણ એક અગત્યનો પ્રયોગ છે જેમાં બજારમાંથી ત્રિફળાચૂર્ણ લાવીને તેને એક ગ્લાસ પાણી ગરમ કરીને તેમાં એક ચમચી ત્રિફળાચૂર્ણ નાખવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.