એક બહુ જૂની કહેવત છે કે દુનિયા (world)માં માનવતા (Humanity)થી મોટો કોઈ ધર્મ નથી. તેથી, જ્યારે પણ, શક્ય હોય ત્યાં, વ્યક્તિએ બીજાને મદદ(Help) કરવી જોઈએ, પછી ભલે તે માણસ હોય કે પ્રાણી(Animal). આજે કળયુગમાં પણ એવા ઘણા લોકો છે જે, બીજાની મદદ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. જ્યારે, કેટલાક લોકો જાણીજોઈને અજાણ્યા બની જતા હોય છે.
આ વાયરલ વીડીઓમાં એક ટેક્સી ડ્રાઈવરે જે રીતે વાનરની જિંદગી બચાવી એ જોઈને લોકોનું દિલ ભરાઈ ગયું અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ(Viral) થઈ રહ્યો છે અને લોકો તે ડ્રાઈવરના વખાણ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો તમિલનાડુનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક કેબ ડ્રાઈવર ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે એક આઠ મહિનાનો વાનર રસ્તા વચ્ચે પીડાતો જોવા મળ્યો. જ્યારે ડ્રાઈવરે વાનરને જોયો તો તેણે તરત જ કાર રોકી અને તેની નજીક પહોંચી ગયો. વાનર શ્વાસ લઈ રહ્યો હતો, પણ કોઈ હલચલ કરી રહ્યો ન હતો. ત્યારબાદ વાનરને તેના હાથમાં પકડીને, તેના નિર્જીવ શરીરને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કર્યો. આ કામ થોડો સમય ચાલ્યું અને પછી વાનરનો જીવ બચી ગયો. વાંદરામાં જીવ આવતાં ડ્રાઈવર ખુબ જ ખુશ થઈ ગયો અને આ પછી તેણે વાંદરાને છાતીએ લગાવી દીધો.
If you haven’t seen this-One of the most incredible moment when a taxi driver from Tamil Nadu brings a monkey back to life with CPR…
Empathy ??(VC in the clip) pic.twitter.com/wh6scPx6up
— Susanta Nanda IFS (@susantananda3) March 20, 2022
કેબ ડ્રાઈવરે લોકોના દિલ જીતી લીધા:
કેબ ડ્રાઈવર પ્રભુએ વાંદરાને વન વિભાગને સોંપી દીધો. પરંતુ, બીજા દિવસે વાંદરો મરી ગયો. જ્યારે તેને આ સમાચાર મળ્યા ત્યારે તેનું હૃદય તૂટી ગયું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે. આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. લોકો આ કેબ ડ્રાઈવરની પ્રશંસા કરી રહ્યા છે અને વીડિયો જોઈને ભાવુક થઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.