ભલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ઘણા લોકોનું જીવન સરળ બનાવ્યું હોય, પરંતુ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ફેમસ થવા માટે, લોકો ક્યારેક બેદરકાર બની જાય છે અને તેને તેની ખુબ ઉંચી કિંમત ચૂકવવી પડે છે. આવું જ કંઈક તુર્કીના ટિકટોક સ્ટાર કુબ્રા ડોગન સાથે થયું હતું.
23 વર્ષની કુબ્રા તેના 16 વર્ષના પિતરાઈ ભાઈને મળવા માટે ઈસ્તાંબુલના ફેમિલી એપાર્ટમેન્ટમાં ગઈ હતી. ત્યારબાદ બંનેએ નક્કી કર્યું હતું કે, તેઓ છત પર ચડીને ટિકટોક માટે વિડીયો બનાવશે. સોશિયલ મીડિયા પર કુબ્રા ખૂબ જ લોકપ્રિય હોવાથી, તેને આ વિચાર ઘણો પસંદ પડ્યો હતો.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, છત પર ચઢ્યા પછી, કુબ્રાએ ગ્રે પ્લાસ્ટિકના આવરણ પર પગ મૂક્યો હતો. તે દરમિયાન કુબ્રાના પગની નીચેનું આ પ્લાસ્ટિકનું કવર ફાટી ગયું અને તે 160 ફૂટ નીચે પડી ગઈ હતી. ત્યારબાદ ઇમરજન્સી સર્વિસ પર કોલ કરવામાં આવ્યો અને થોડીવાર બાદ પેરામેડીક્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે, હોસ્પિટલ લઇ જતી વખતે કુબ્રાનું મોત થયું હતું. બંને પિતરાઈ ભાઈઓએ મોત પહેલા ઘણા બધા વીડિયો બનાવ્યા હતા અને ફોટો ક્લિક કર્યા હતા.
આ દુર્ઘટના કુબ્રા સાથે સૂર્યાસ્ત પછી સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. આ મામલે તેના પરિવારજનો કહી રહ્યા છે કે, તે આ બાબતમાં આ છતના કોન્ટ્રાક્ટર સામે કેસ કરવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ છત અંગે ખૂબ બેદરકારી કરાઈ છે અને તેઓ આ કોન્ટ્રાક્ટરને કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.