યોગ ગુરુ બાબા રામદેવે(Baba Ramdev) મહિલાઓના પહેરવેશને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જે બાદ સોશિયલ મીડિયા (Social media)માં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. સાથે જ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. રામદેવે થાણે (Thane)માં પતંજલિ યોગપીઠ(Patanjali Yogapeeth) અને મુંબઈ(Mumbai) મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત યોગ વિજ્ઞાન શિબિર અને મહિલા સભામાં કહ્યું હતું કે, મહિલાઓ સાડીમાં સારી દેખાય છે, મહિલાઓ સલવાર સૂટમાં સારી દેખાય છે અને મારી નજરમાં તે ત્યારે પણ સારી લાગે છે જયારે તે કઈ ન પહેરે.
“महिला साडीत छान दिसतात, सलवार-सूटमध्ये छान दिसतात, माझ्या नजरेने पाहिलं, तर काही नाही घातलं तरी छान दिसतात.”
-स्वामी रामदेव बाबा pic.twitter.com/FG6QheKeOm
— पवन/Pawan 🇮🇳 (@ThePawanUpdates) November 25, 2022
મહારાષ્ટ્રના આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ અને સીએમ એકનાથ શિંદેના પુત્ર સાંસદ શ્રીકાંત શિંદે પણ હાજર રહ્યા હતા. Baba Ramdev ના વિવાદાસ્પદ નિવેદનોથી મહારાષ્ટ્રમાં ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે. એકનાથ શિંદે જૂથના અબ્દુલ સત્તારે થોડીવાર પહેલા જ NCPના સુપ્રિયા સુલે વિશે નિવેદન આપ્યું હતું. હવે આ મામલો તાજો હતો કે યોગ ગુરુના નિવેદને રાજ્યમાં નવા વિવાદને જન્મ આપ્યો છે.
સ્ત્રીઓ કપડાં બદલી શકી નહોતી:
વાસ્તવમાં મહિલાઓ યોગ માટે કપડા લઈને આવી હતી. આ પછી મહિલાઓ માટે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સંમેલનમાં મહિલાઓ સંમેલન માટે સાડીઓ લઈને આવી હતી, પરંતુ સવારે યોગ વિજ્ઞાન શિબિર યોજાઈ હતી અને તે પછી તરત જ મહિલાઓ માટે યોગ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેથી જ મહિલાઓને સાડી પહેરવાનો સમય નથી મળતો. આના પર રામદેવ બાબાએ કહ્યું, ‘મહિલાઓ સાડીમાં સારી લાગે છે, તેઓ સલવાર સૂટમાં સારી લાગે છે, મારી દૃષ્ટિએ તેઓ કંઈપણ પહેર્યા વિના પણ સારી લાગે છે.’
રામદેવના નિવેદન પર રાજનીતિ તેજ થઈ ગઈ:
પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ સચિન સાવંતે રામદેવ બાબા પર નિશાન સાધતા કહ્યું કે “તેમના નિવેદનથી તેમની વાસ્તવિક માનસિકતા છતી થઈ ગઈ છે. અમે મહિલાઓ વિરુદ્ધ તેમના વિવાદાસ્પદ નિવેદન અને મહિલાઓ વિરુદ્ધ તેમના અપમાનજનક વિચારોની સખત નિંદા કરીએ છીએ.”
એબીપીવીના કાર્યક્રમમાં યોગ ગુરુ પહોંચ્યા હતા:
જયપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 68માં રાષ્ટ્રીય અધિવેશન કાર્યક્રમને સંબોધતા રામદેવે કહ્યું કે માત્ર વિદ્યાર્થી પરિષદના કાર્યકરોમાં જ ક્ષમતા છે. તેમણે કહ્યું કે, આપણે ભારતીયોને મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે લોહીનો સંબંધ છે, આપણે ઋષિ-મુનિઓ, જ્ઞાનીઓ અને મહાન પરાક્રમીઓના સંતાન છીએ, આ વિદ્યાર્થી પરિષદનો ભારત બોધ છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ પોતાના ખભા પર વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું કામ કરવાની જવાબદારી ઉપાડવાની રહેશે અને આ કામ ફક્ત તમે જ ‘યુથ પાવર’ કરી શકશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.